SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ થતું નથી. પણ ભિન્ન ભિન્ન સમયમાં ભિન્ન ભિન્ન ગુણસ્થાને માં થાય છે. આથી પ્રત્યેકના ઉપશમ કરવા માટે પૃથક્ક–પૃથ-રૂપથી પ્રયત્ન કરવો પડે છે. આ તેમાંના સમસ્ત અભિપ્રાયને સ્પષ્ટ કરવા માટે સૂત્રમાં ક્રોધાદિક પદને અસમાસરૂપથી સ્વતંત્ર વિભક્તિમાં રાખેલ છે. અને પરમાર્થ દૃષ્ટિથી નિપણું ક્રોધાદિ કષાયને નિગ્રહ કરવાથી પ્રાપ્ત થાય છે. અન્ય રીતિથી નહિ. આ વાત માટે શ્રી સુધર્મા સ્વામી કહે છે–હે જમ્મુ ! મેં મારી પોતાની કલ્પનાથી આ કહ્યું નથી પણ તીથકર શ્રી વર્ધમાન સ્વામી કે જેનું જ્ઞાન નિરાવરણ છે. તેમણે આ વાતને સાક્ષાત્કાર કરેલ છે, માટે તેમના કથનાનુસાર કહું છું. આ પોતાના અભિપ્રાયને પ્રગટ કરવા માટે સૂત્રમાં—ર્થ વાસણ સપદ રાખેલ છે. ક્રોધાદિક કષાયોનું વમન કરનારા જ મુનિ બને છે. એ સિદ્ધાંત ભગવાન વર્ધમાન સ્વામીને છે. “રતિનિરાવરજ્ઞાનત્યાન જ્ઞાનાતીતિ પરથા, સ ઇવે પર ” નિરાવરણજ્ઞાનશાળી હોવાથી જે સમસ્ત ત્રિકાળવતી પદાર્થોને યુગપ-એક સાથે જાણે છે તે પશ્ય છે. પશ્યને જ પશ્યક કહેવામાં આવે છે. “પશ્યકશબ્દ તીર્થકર વર્ધમાન સ્વામીને વાચક છે. કેવળજ્ઞાનરૂપી આલોક (પ્રકાશ) થી દેખવાનું નામ દર્શન છે. ભગવાને આ સમસ્ત વિષય પોતાના કેવળજ્ઞાનરૂપ પ્રકાશથી પ્રત્યક્ષ દેખેલ છે. શ્રી સુધર્મા સ્વામી કહે છે કે “તેમના ઉપદેશથી તે જ્ઞાન મેં જાણેલ છે. માટે તેમાં અન્યથાપણાની આશંકા બની શકતી જ નથી. ભગવાનનું જ્ઞાન નિરાવરણ કેવી રીતે થયું ? આ વાતને પ્રગટ કરવા માટે સૂત્રકાર “પતરાહ” આ વિશેષણને પ્રયોગ કરે છે. શસ્ત્ર બે પ્રકારના છે. (૧) દ્રવ્યશાસ્ત્ર અને (૨) ભાવશસ્ત્ર. તલવાર આદિ દ્રવ્યશસ્ત્ર છે. ક્રોધાદિક કષાય ભાવશસ્ત્ર છે. જ્યાં સુધી આત્માથી ભાવશસ્ત્રોને અભાવ—ઉચછેદ નથી થતું ત્યાં સુધી જ્ઞાનમાં નિરાવરતા આવી શકતી નથી. ભગવાન વર્ધમાન સ્વામીએ પોતાના આત્માથી તેને સર્વથા વિનાશ કરી નાખેલ છે, માટે તેમનું જ્ઞાન નિરાવરણ છે. દ્રવ્યશાસ્ત્ર અને ભાવશસ્ત્ર જેનાથી સર્વથા દૂર થઈ ચૂકેલ છે તેનું નામ ઉપરતશસ્ત્ર છે, જ્યાં સુધી આત્માથી કષાયોનું વમન નહિ થાય ત્યાં સુધી, ભલે તેઓ કોઈ પણ કેમ ન હોય, નિરાવરણજ્ઞાનશાળી બની શકતા નથી. જ્ઞાનમાં જ્યાં સુધી નિરાવરણતા નથી આવતી ત્યાં સુધી કોઈ પણ પદાર્થને સાક્ષાત્કાર થતું નથી. માટે સમસ્ત પદાર્થોને હસ્તામલકાવત્ પ્રગટ કરવાવાળું જ્ઞાન સર્વજ્ઞને કષાયોના વમનથી જ પ્રાપ્ત થાય છે. જ્યારે આ સિદ્ધાંત નિશ્ચિત છે તે તેના ઉપદેશાનુસાર પ્રવૃત્તિ કરવાવાળા અન્ય મેક્ષાભિલાષીજનને પણ ક્રોધાદિક કષાયાનું વમન કરવું આવશ્યક છે. ક્રોધાદિક કષાયેનું વમન કર્યા વગર જ્ઞાનમાં નિરાવરણતા આવતી નથી. તેની પુષ્ટિ “ચિંતનસ-પર્યતરરા” આ પદથી કરે છે, જો કે આ પદ ષષ્ઠરાન્ત છે, અને પશ્યકના વિશેષણરૂપથી જ પ્રયુક્ત થયેલ છે. તે પણ આ એ વાતની ઘોષણા કરે છે કે તીર્થકર કષાયરૂપ ભાવશસ્ત્રોના નાશથી જ સકળ કર્મોના નાશક બનેલ છે. માટે ધાદિક કષાયને નાશ સકળ કર્મોનો નાશમાં તથા ઘાતિયાના નાશમાં તેમજ કેવળજ્ઞાન રૂપી નિરાવરણ જ્ઞાનની પ્રાપ્તિમાં કારણ છે. આ પ્રકારે પરંપરા–સંબંધથી કષાયોનું શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૩૮
SR No.006402
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy