SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. “પ્રમોદભાવ”- આ જગતમાં અનેક સપુરૂષે અનેક અનેક ગુણના ધારણ કરનાર પડયા છે. કેટલાક જ્ઞાનસાગર છે, કેટલાક સૂત્રે ભણી સ્વાદવાદ શૈલીથી જિન આગમનું રહસ્ય શ્રેતાઓના હૃદયમાં ઠસાવે એવા છે, વળી કેટલાક મહાત્મા સિદ્ધાન્તની સંધી (= સાંધ અથવા યુક્તિથી વાતને બેસાડવી તે) ના મેળવનાર, તર્ક વિતર્ક કરી ગહન વિષયને સરળ કરી બતાવનાર, નય, નિક્ષેપ, પ્રમાણ વગેરેના ન્યાયમાં પારંગત, કુતક એનું શાંતપણે સમાધાન કરનાર, અસરકારક સબંધથી ધર્મની ઉન્નતિ કરનાર, ચમત્કારિક કવિત્વ શક્તિ અને વકતૃત્વ શક્તિના ધારણ કરનાર, એવા એવા અનેક ગુણના ધરનાર છે. કેટલાક શાંત, દાંત (ઇંદ્રિયદમનાર), આત્મધ્યાની, ગુણગ્રાહી, અ૫ભાષી, સ્થિરાસની, ગુણાનુરાગી, અને ધર્મરૂપ બાગમાં પોતાના આત્માને સદા આનંદ કરાવે છે. કેટલાક મહાન તપસ્વી મા ખમણ વગેરે જબરી તપશ્ચર્યા કરનાર, ઉપવાસ આંબીલ કરનાર, છ રસના વિષયને ત્યાગ કરનાર, એક બે ચીજપરજ નિર્વાહ કરનાર, અને શીત, તાપ, લેચ વગેરે કાયાકલેશ તપના કરનારા છે. કેટલાક જ્ઞાનાભ્યાસ અને તપશ્ચર્યા કરવાની શક્તિ નથી તે પણ સ્વધર્મીઓની ભક્તિ કરે છે અને આહાર, વસ્ત્ર, શય્યા, આસન, વગેરેને લાભ દઈ શાંતિ ઉપજાવે છે. કેટલાક ગૃહસ્થ તન, મન, ધનથી ચારે તીર્થની ભક્તિ કરનાર, ધર્મની ઉન્નતિ કરનાર, અને મળેલા પદાર્થો અને વખત સદુપયોગ કરનારા છે એવા એવા અનેક ઉત્તમોત્તમ ગુણોનાં દર્શન કરી તેમની પ્રશંસા સાંભળી ખુશી થવું. ધન્યભાગ્ય છે કે અમારા ધર્મમાં એવાં એવાં નરરત્ન ઉત્પન્ન થઈ ધર્મને દીપાવે છે. એવા મહા પુરૂષે સદા વિજયવંત હો!! એવું વિચારી એને સત્કાર કરે, સન્માન દેવું, શાંતિ ઉપજાવવી, બીજાને તેમની ભક્તિ કરતા જોઈ પ્રસન્ન થવું, એને પ્રમાદ ભાવના કહે છે. ૩, “કરૂણ ભાવ –જગતવાસી છે કર્મવશ બની
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy