SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ ઉપર અવગુણ કરશે? કઈ નહિ. શુકલધ્યાની મહાશય એવા એવા તેમજ એથી ચડતી સ્થિતિના અત્યુત્તમ વિચારે પ્રથમથી જ કર્યા કરે છે અને તેથી તે વિચારે તેના આત્મામાં દ્રઢ કસી રહે છે. વળી તે મહાત્મા પ્રત્યક્ષ પણ દેખે છે કે, ક્રોધરૂપી મહા દાવાનળથી આખું જગત્ બળી જળી રહ્યું છે, તમામ જીવેની દશા કૅધાગ્નિથી છિન્ન ભિન્ન થઈ રહી છે, તે હું મારા આત્માને એ લાહ્યમાંથી બચાવી લઉં. મારે આત્મા તે તેનાથી અલગ જ છે અને જ્ઞાન-દર્શન વગેરે ગુણરૂપી મહાસાગરની હેરેમાં મગ્ન છે, તેને તે ધાગ્નિ અડવાને પણ સમર્થ નથી, તે આંચ તે શી રીતે લાગે ? મારો આત્મા સદા સંબૂડ, નિબૂડ, શાંત, શીતળીભૂત હેવાથી અખંડાનંદમાં રમણ કર્યા કરે છે. દ્વિતીયપત્ર–મુત્તી (નિલેતા.) (૨) મુત્તી–મુક્તિ થવી છૂટી જવું તે. લેભ અને તૃષ્ણારૂપી ફાંસામાં આખી દુનિયા ફરી રહી છે. શુકલધ્યાની જીવ એ ફાંસાને પ્રથમથી જ જડમૂળથી ઉખેડી નાંખી પિતાના આત્માને સંતોષમાં સ્થાપે છે. જ્ઞાની જીવ જ્ઞાનદશાથી પ્રત્યક્ષ જાણે છે કે, આ જગતમાં કોઈ એ પદાર્થ નથી કે જેનું ધણીપણું આ જીવે ન કર્યું હોય. તમામ પુદગળેની માલિકી અને ભેગ ઉપભોગ આ જીવ અનંત કરી આવ્યું છે. એક વખત આહાર કરેલી વસ્તુને જ્યારે નિહાર (બહાર કાઢવું) થાય છે ત્યારે તે વસ્તુ જોતાંજ આપણે અત્યંત દુર્ગછા પામીએ છીએ છતાં જે વસ્તુઓને અને તે વખત વખત આહાર કરી અનંત વખત નિહાર (છેડી દેવું, મૂકવું) કર્યા છતાં તે પર દુગંછા (અભાવ) થતું નથી એ કેટલું બધું આશ્ચર્ય છે! એ નિહાર કરેલી વસ્તુઓનેજ પાછે ઉપભેગ કરવાને જીવ તર થાય છે, તરફડીઆં મારે છે, એની જ તૃષ્ણમાં આકુળ વ્યાકુળ થઈ રહ્યા છે, અને જરા પણ ધરાયે ન હોય તેવું જણાય છે. હે જીવ, તને એક સંતેષરૂપી અમૃત વિના આ જગતના
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy