SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ રહ8 (અશરીરી). કર્મ મેલ વિનાને, શુદ્ધ ચિત્ આનંદમય જાણવા લાગે છે, એકાત્મ ભાવને પ્રાપ્ત થાય છે, દ્વિતીય ભાવ-દ્વૈત ભાવ બિલકુલ રહેતું નથી અને તે જ સમયે ધ્યાતા (ધ્યાન કરનાર પુરૂષ) અને દયેય (ધ્યાન કરવાની વસ્તુ તે સિદ્ધ) બંને એકરૂપ બની જાય છે. अशब्दमस्पर्शमरूपमव्ययं । तथा ऽ रसं नित्यमगंधवच्च यत् ॥ अनाद्यनन्तं महतः परं ध्रुवं । निचाय्य तं मृत्यु मुखात् प्रमुच्यते ॥ (કઠોપનિષદુ તૃતિય બદલી.), - ' ' અર્થ–શબ્દ, સ્પર્શ, રૂપ, ઇંદ્રિય અને ગધથી રહિત, અવિનાશી, નિત્ય, સદા એક સરખા, અનંત, અતિ સૂક્ષમ, ઉત્પત્તિ પ્રલયથી રહિત, અચળ, એવા એવા ગુણેથી ચુકત એવા પરમાત્માને જે જાણશે તે મતના મુખથી છુટી પરમાત્મારૂપદશાને પામી જન્મ મરણથી રહિત થશે. . જેના સર્વ સંકલ્પ વિકલ્પ દૂર થયા છે, રાગાદિ દોષને ક્ષય થયેલ છે, મેક્ષ સ્વરૂપ બની ગયેલ છે, અને સર્વ લેકનું નાથપણું જેના આત્મામાં પ્રકાશી રહ્યું છે, એવા પરમ અને અસાધારણ પુરૂષને રૂપાતીત યાનના ધ્યાતા કહે છે. - આ રૂપાતીત ધ્યાનના પ્રભાવથી, અનાદિનાં સખ્ત બંધનવાળાં જે કર્મો છે તે તક્ષણ છેદઈ ભેદાઈ નાશ થઈ જાય છે અને તે પછી તે જ ક્ષણે કેવળજ્ઞાન કેવળ દર્શનની પ્રાપ્તિ થતાં નિશ્ચયપૂર્વક મેક્ષ સુખસંપત્તિ પામે છે. (આ ધ્યાનની વાત આગળ શુકલ ધ્યાનના પેટમાં કહેવામાં આવશે.) આવા શુદ્ધ થાનના પ્રભાવે, ધ્યાતા પુરૂષને આત્મા નિર્મળ થતાં આઠ પ્રકારની ઋદ્ધિ (આત્મશક્તિ) પ્રગટ થાય છે. તે આઠ અદ્ધિનું વર્ણન વિસ્તારથી નીચે પ્રમાણે છે. (૧) જ્ઞાન દિના ૧૮ ભેદ-(૧) કેવળજ્ઞાન, (૨) મતપ વજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) ચાદ પૂર્વ, (૫) દશ પૂર્વ, ૩૫
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy