SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ચાધુ કે સાધ્વી કઈ જૈનને કે શ્રેતાને “અમે તમારા ગુરૂ છીએ એમ માનજો અને અમે તમને સમકિત દીધું છે, હવે બીજા કે મકિત લેશે નહિ”. એ પ્રમાણે કહે તેથી કંઇ તે તેનામાં આવી જતો નથી, તેમ સમકિત રૂપી ગુણ આવેલ હોય તો જ રહેતો નથી. મહાન તીર્થંકર પ્રભુના સમવસરણમાં જે ભાગ્યવાન પુરૂષો દર્શને જતા, તેઓને જ્યારે પ્રભુ તરફથી ધર્મકથા કહેવામાં આવતી ત્યારે તે શ્રેતા જનને માટે “ ધનં સદા નિલમ તુ” વગેરે શબ્દો કહ્યા છે, એ શબ્દ પર ખાસ ધ્યાન આપવાનું છે. તે વખતે રોમેરોમ ખડાં થઈ જતાં અને ધર્મને રંગ હાડમાં પ્રસરી રહેતો માટે સમકિત છવ ન હેય ને ધર્મકથા સાંભળ્યા પછી સમકિતી થાય તેનું, તેમજ સમકિતી છવ હેય એને ધર્મકથા સાંભલ્યા પછી તે જીવની જે મહાન દશા થાય, તેનું વર્ણન વાણીથી થઈ શકે નહિ તેવી ઉત્તમ સ્થિતિ પ્રાપ્ત થાય છે. સમકિત સમજવું ગહન, પામવું ગહન, પામ્યા પછી એનુભવવું પણ તેટલું જ ગહન ને આનંદદાયક છે. તે પદની લહેજત જેની પાસે તે હોય તેજ જાણે. અંધશ્રદ્ધાને તો મિથ્યાત્વજ કરેલ છે; છતાં કોઈ એમ કહે કે પ્રથમ આ ભવમાં જાણપણું કરે તેજ સમકિત આવે કે સમકિતી થઈ શકે તે વાત એકાંત સ્થાપવા જેવી નથી. જૈનધર્મ એકાંત નથી, અનેકાંત છે. આ એકજ ભવને અભ્યાસ તેજ અભ્યાસ એમ માનવાનું નથી. જીવ અનંત ભ કરી આ દેહમાં આવે છે તેથી કોઈ વખત માના પેટમાં રહેલ જીવને પણ સમકિત હોય છે. માબાપ કે વ્યવહાર ગુરના એરડર કે કામ આપણે ઘણીવાર વગર સમયે આપણું હિત માટે કે શ્રદ્ધા માટે માનીએ છીએ. જે કે માબાપ કે વ્યવહાર ગુરૂ તો ઘણીવાર ભૂલને પાત્ર પણ હોય છે, તો પછી કેવળજ્ઞાન પામેલ મહાન "ગુરૂ કે જેઓ કદી પણ ભુલ ન કરે તેના હુકમો વગર સમજ્ય માનવા એમાં ખોટું શું? આનો અર્થ એમ પણ સ્થાપવાનું નથી કે “ જાણ પણું નજ કરવું” ને “ અમે સમકિતી અને આ મિથ્યાત્વી ” એમ મનના લાડવા વાળી રાજી રહેવું. દુનિયામાં કદીપણ માણસ અભ્યાસી હાઇ શકતા નથી. કદી હોય તે સૈ જ્ઞાન મેળવી શકતા નથી અરે વખતે ઘણા અભ્યાસ કર્યા છતાં જ્યાંના ત્યાં હોય છે. છતાં તેમાંના કોઈને મતિ રત્ન વખતે હોય છે. આ પ્રશ્ન ઘણા વિચારણીય ને મહત્વને છે.
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy