SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ર હવે વીતરાગની આજ્ઞા શું છે તે વિચારીએ – વીતરાગ' રાગ દ્વેષના ક્ષય કરનારને કહેવામાં આવે છે. જેણે રાગ દ્વેષના ક્ષયમાંજ લાભ જે છે તે રાગ દ્વેષ ઓછા કરવાની જ આજ્ઞા કરે એ નિ:સંદેહ છે. આવું જાણું વીતરાગની આજ્ઞાને ઈરછકે સદા મધ્યસ્થ પરિણમી અથવા પ્રતિબંધ રહિત રહેવું ઘટે છે. એ પ્રતિબધ ચાર પ્રકારનાં છેઃ (૧) દ્રવ્યથી–તેના ત્રણ ભેદ છે. (૧)સજીવ– તે દ્વિપદ એટલે મનુષ્ય, પંખી આદિ અને ચતુષ્પાદ એટલે પશુ, ગાય આદિ, (૨) અછવ-તે વસ્ત્રાપાત્ર ધનાદિકને, અને (૩) મિશ્ર–એટલે બંને (જીવ આજીવ)નું મિશ્રણ થયેલ છે જેમકે વસ્ત્ર ભૂષણથી સજજ થયેલ મનુષ્ય, પશુ ઈત્યાદિ (૨) ક્ષેત્રથી-ગામ, નગર, ઘર, ખેતર ઈત્યાદિ, (૩) કાલથી-ઘડી, પહેર, દિવસ, રાત્રિ, પક્ષ, માસ, વર્ષ વગેરે, (૪) ભાવથી-ધાદિ કષાય, મેહ, મમત્વ, આ ચારે પ્રતિબંધથી રહિત રહેવું જોઈએ. * ક્ષુધા (મુખ), તરસ, ઠડી, તડકે આદિ સમભાવથી સહન કરવો જોઈએ, મીઠાં કે કડવાં વચનની દરકાર ન રાખવી જોઈએ, નિદ્રા, પ્રમાદ, આહાર ઓછાં કરવાં જોઈએ, સદા જ્ઞાન, ધ્યાન, તપ, સંયમમાં આત્માનું રમણ કરી તેવી પ્રવૃત્તિ રાખવી જોઈએ. [ આ આજ્ઞારૂચિને વિસ્તાર અગાઉ આજ્ઞાવિચયમાં વિશેષતાથી થઈ ગયું છે. ત્યાં જે કહ્યું છે તે “વિચાર” સમજ અને અહીં જે કહેલ છે તે પ્રવર્તન કરવાની “ઇચ્છા” એમ સમજવું.] * આ શ્રાવક અમાર, આ ક્ષેત્ર અમારૂં એવા પ્રતિબંધનમાં બંધાવાથીજ હમણાંના વખતમાં વીતરાગના અનુયાયીઓમાં ધર્મધ્યાનની હાનિ થઈ કેશમાં વૃદ્ધિ થતી નજરે દેખાય છે. આત્માર્થીઓએ આ ઝગડાથી બચી અમતબંધ-વિહારી થવું જોઈએ કે જેથી ધર્મધ્યાન અખંડિત રહે. '
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy