SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ ચિતન્ય મહારાજ જ્ઞાનરૂપી તરવાર લઈ એકદમ સામે દેડયા કે જેથી સાતે સુભટ નાશી ગયા. ચૈતન્યરાયે, ઉમંગભેર નગરમાં પ્રવેશ કર્યો. નગરની છટા જોઈ બહુજ આનંદ થયે. એટલામાં અવતના રાખેલા ૧૨ સુભટ સામે થયા. તે બોલ્યા કે આ સંયમ રૂપી મહેલમાં પેસવાને હુકમ નથી. આથી ચૈતન્ય પ્રત્યાખ્યાન રૂપી ભાલાથી તેમને હઠાવ્યા અને સંયમ મહેલમાં પ્રવેશ કર્યો. મહેલમાં જઈ સમિતિ સિંહાસન પર જિનાજ્ઞારૂપી છત્ર ધારણ કરી વિરાજ્યા. તરતજ લજજા અને ધૈર્ય રૂપી દાસીએ સમ સવેશરૂપી અમર ઢળવા લાગી. તેજ વખતે ચિતન્યરાજને તમામ પરિવાર હર્ષ સાથે વિનય પૂર્વક હાજર થયે. ચિતન્યાયે તમામને યથાયોગ્ય સત્કાર કર્યો. તcરૂચિ અને બુદ્ધિરૂપી વિરહિણી પટ્ટરાણુઓને અંકમાં (ખેાળામાં) સ્થાપિત કરી. પંચ મહાવતેને માંડલિક રાજાની પદવી આપી, સમ્યકત્વ પ્રધાન, ઉધમપુરે હિત ઉપશમ સન્યાધિપતિ, શાંતભાવ કેટવાળ, શુભભાવ નગરશેઠ, પરમાગમથી ભરપુર ભંડાર પર વિજ્ઞાનરૂપી ભંડારી, સત્સંગ દાણી વ્યવહાર પટેલ, ગુણજન ભાટ, સત્યત, ન્યાય દ્વારપાળ, મનેનિગ્રહ અશ્વાધીશ, માર્દવ ગજાધીશ, આર્જવ રથાધીશ સુતેષ, પાયદલાધીશ, વગેરેને યથાયેગ્ય અધિકાર પર સ્થાપિત કરી, ચિતન્ય મહારાજા બહુ આનંદથી રાજ કરવા લાગ્યું. છતાં મેહના પ્રબળ પ્રતાપની અસર એના હૃદયમાં ચમકી રહી હતી. એક દિવસે સભામાં ચૈતન્ય મહારાજ બોલ્યા કે--મારા વ્હાલા સામંતગણે! હું આપના મેળાપથી ઘણે રાજી થયે છું. છતાં જ્યાં લગી મેહરૂપી શત્રુને નાશ નહિ થાય ત્યાં લગી હું પૂરેપૂરે સુખી ગણાઉં નહિ, તેટલા વાતે મહારાજાને નાશ કરવાને પ્રથમથી જ પ્રયત્ન કરવા ઈચ્છું છું. એટલું સાંભળતાંજ વિવેક વગેરે સર્વ અધિકારીએ નમ્રતાપૂર્વક બેલ્યા કે હે નાથ ! તૈયારી કરે, હમણાંજ ચાલે, આપણે એહરાજને નાશ કરીએ અને મનોકામના
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy