________________
v૦ ૨ : રસ્તા ]
– ૨૬ ] બંધી, ઉપાશ્રય ૩, જૈન પાઠશાલા અને કન્યાશાલા, પાંજરાપિળ વગેરે છે. યાત્રા કરવા લાયક છે.
દસાડા કાઠીઆવાડમાં આવેલું નવાબનું એક સ્ટેટ છે. દસાડામાં વીશા શ્રીમાળી શ્રાવકેનાં ઘર ૪૦, દેરાસર ૧, ઉપાશ્રય ૨, જૈન ધર્મશાળા ૧, જૈન પાઠશાલા ૧ વગેરે છે.
આ પાંચ રસ્તાઓમાંથી વીરમગામ, રાધનપુર, અને હારીજના રસ્તા જ યાત્રાળુઓને વધારે અનુકૂળ થઈ પડે, કેમકે વીરમગામ અને રાધનપુરથી મોટરસવીસ ચાલુ છે અને હારીજથી વાહનોની સગવડ મળી શકે છે. પાટડી અને બહુચરાજીમાં વાહને મેળવવામાં મુશ્કેલી નડે છે.
૨ પચાસરથી ૪ માઈલ અને દસાડાથી ૪ માઈલ દૂર વડગામ તીર્થ આવેલું છે. વડગામ દસાડા સ્ટેટનું ગામ છે. અહીં શ્રાવકોનાં ઘર ૪, ભવ્ય શિખરબંધી દેરાસર ૧, ઉપાશ્રય ૧ અને ધર્મશાલા ૧ છે. યાત્રાળુઓને માટે સગવડ છે. મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની મૂર્તિ ચમત્કારિક મનાય છે. એવી દંતકથા છે કેઅહીં મૂળનાયક પાસે એક હજાર વરસથી અખંડ દીવો બળે છે. એટલે આ ગામ એથી પ્રાચીન હોવું જોઈએ. વિદ્યમાન દેરાસરની પ્રતિષ્ઠા સં. ૧૯૦૫ માં થઈ છે. તીર્થ અવશ્ય યાત્રા કરવા લાયક છે.