________________
-ર-સ્તોત્રવિ-લોદ ]–
– ૨૭૨ ] [ ૭૩ ] શ્રી જ્ઞાનવિમલસૂરિવિરચિત
શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવન પાસ જિન ગાઈએ; જિણુંદ ગુણ ગાઈએ; શ્રી સરખેસર જિનરાય, જિણુંદ ગુણ ગાઈએ. (૧ કમઠ હઠી હઠ ભંજણે રે, રંજણા રે જગત આધાર; મંગલવેલી વધારવા, પ્રભુ નવ પુષ્કર જલધાર. જિ. ત્રિભુવન તિલક સમેવડો રે, દીપે તે જિન ભાણ; યાદવ જરા નિવારણ, પ્રભુ ભાવ મને ગત જાણુ. જિ. (૩) તુહ પદ પૂજે પ્રેમઢ્યું રે, તસ પાતિક દરે પલાય; અષ્ટ મહાસિદ્ધિ સંપજે, પ્રભુનામે નવનિધિ થાય. જિ. (૪) જલણે જલતો ઉગારિ રે, નાગ તે નાગકુમાર; ઇદ્ર તણે પદ થાપીઓ, પ્રભુ એ તારે ઉપગાર. જિ. (૫) પરિસાદાણી પાસજી રે, પાવન પરમ કૃપાળ, જગજીવન જગવલહા, પ્રભુ શરણુગત પ્રતિપાળ જિ. (૬) સુરનર માનવ દાનવા રે, મારે તારી સેવ; જ્ઞાનવિમલ કહે જગતમાં, પ્રભુ તુંહિ જ દેવને દેવ. જિ. (૭)
+ નં. ૭૩ થી ૭૯ સુધીનાં શ્રી જ્ઞાનવિમલસૂરિજીએ રચેલાં સાતે સ્તવને શ્રીયુત શેઠ જમનાભાઈ ભગુભાઈ અમદાવાદથી પ્રગટ , થયેલ “પાચીન સ્તવન રત્નસંગ્રહ” ભાગ પહેલામાંથી ઉતાર્યા છે.