SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ નવમું: યાત્રા શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીનું આ તીર્થ અતિ પ્રસિદ્ધ અને મહાપ્રાભાવિક હોવાથી અહીંની યાત્રા કરવા માટે અનેક સંઘે આવ્યા હશે, હજારે સાધુ-સાધ્વીજીઓએ અને લાખે શ્રાવકશ્રાવિકાઓએ અહીંની યાત્રા કરી હશે, છતાં મને ગ્રંથો-સ્તવનો વગેરેમાંથી યાત્રા કરનારાઓના જે જે ઉલ્લેખ મલ્યા છે, તેની ટૂંકી નેંધ અહીં આપવી ઉચિત ધારું છું. સંઘ સાથે મુનિરાજે – જે સંઘોમાં આચાર્યો, મુનિરાજે અને સાધ્વીજીઓ વગેરે હેવાને ઉલ્લેખ છે, તે આ પ્રમાણે છે: (૧) વૃધ (વડ) ગચ્છાધિપતિ શ્રીમાન વર્ધમાનસૂરિજી મહારાજાદિ મુનિમંડળ અને સંઘ સાથે મહામાત્ય વસ્તુપાલ-તેજપાલે આ તીર્થની ભક્તિપૂર્વક યાત્રા કરી, સંઘપતિનાં દરેક કાર્યો કર્યો અને તેમણે આ દેરાસરને જીર્ણોદ્ધાર કરાવ્યો (સ્ત. ૧૮). (૨) મહામાત્ય વસ્તુપાલ-તેજપાલના સ્વર્ગવાસ પછી ઉપર્યુક્ત શ્રીવર્ધમાનસૂરિજી મહારાજ સંઘ સાથે આ તીર્થની યાત્રા કરવા પધારતાં માર્ગમાં જ કાળધર્મ પામ્યા-સ્વર્ગવાસી થયા (સ્ત. ૧૯).
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy