SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ તુતિચતુર્વિશતિકા [ રર શ્રી નેમિસંતાપ કરનારા, નમન કરનાર છને મુકિત [ અથવા સુખ ] અર્પણ કરનારા તેમજ (શ્યામ હેવાને લીધે) કાજલની કાન્તિસમાન પ્રભાવાળા નેમિનાથ)ને હે જન! તું નસરકાર કર.”—૮૫ સ્પષ્ટીકરણ નેમિનાથ-ચરિત્ર નેમિનાથ એ જૈનોના બાવીસમા તીર્થંકર છે. આ ગૌતમગેત્રીય તીર્થકરને અરિષ્ટનેમિના નામથી પણ ઓળખવામાં આવે છે. તેઓ શ્રીકૃષ્ણના સમકાલીન હતા એટલુંજ નહિ, પરંતુ તેઓ બન્ને કાકા કાકાના પુત્ર થતા હતા. નેમિનાથને જન્મ સૌરીપુર નગરમાં થયે હતે. વસુદેવના બંધુ સમુદ્રવિજય રાજા અને શિવા રાણીના તેઓ પુત્ર થતા હતા. તેમને દેહ શ્યામવણી હતું તેમજ તેઓને શંખનું લાંછન હતું. તેમના શરીરનું માન દશ ધનુષ્ય જેટલું હતું. રાજીમતી જેવી વલ્લભા સાથે વિવાહ (સગાઈ) કર્યા પછી પણ તેની સાથે લગ્ન-ગાંઠથી ન બંધાતાં તેમણે ચારિત્ર અંગીકાર કર્યું હતું. વિશેષમાં તેમણે રાજીમતીને પિતાની શિષ્યા બનાવી હતી અને અંતમાં તેને પણ સંસાર-સમુદ્રમાંથી ઉદ્ધાર કર્યો હતે. બધું મળીને એક હજાર વર્ષનું આયુષ્ય અખંડિત બ્રહ્મચર્યપૂર્વક જોગવ્યા બાદ તેઓ નિવણ-પદને પામ્યા. ધન્ય છે એવા નેમિનાથને. મહાસતી રાજીમતી રાજીમતી એ ઉગ્રસેન રાજા અને ધારિણી રાણીની પુત્રી થતી હતી. તેના ભાઈનું નામ કંસ હતું અને તેની બેનનું નામ સત્યભામાં હતું. શ્રીકળણે કંસને મારી નાંખ્યું અને ત્યાર બાદ ઉગ્રસેનને તેને પુત્ર કસે નાખેલા બંદીખાનામાંથી મુક્ત કરી તે તેની પુત્રી સત્યભામાને પરણ્યા, તેમજ તેમણે ઉગ્રસેનને મથુરાની રાજગાદી ઉપર બેસાડ્યો. એક વખત નેમિનાથ પ્રભુ બાલ-કીડા કરતા કરતા કૃષ્ણની આયુધ-શાળામાં જઈ ચડ્યા અને ત્યાં જઈને તેમણે લીલામાત્રમાં તેને પાંચજન્ય શંખ હાથમાં લઈ લીધે અને અધર ઉપર જાણે દંતને પ્રકાશ ન પાડતા હોય તેમ તે શંખને મુખમાં રાખીને પૂ. આના નાદથી આખું બ્રહ્માણ્ડ ગાજી ઊઠયું. કૃષ્ણને તેમજ તેના ભાઈ બલરામને પણ ક્ષણ વાર ક્ષોભ થયે. નેમિનાથ પ્રભુનું આવું અપૂર્વ પરાક્રમ જોઈને કૃષ્ણને શંકા થઈ કે રખે ને તેઓ સમસ્ત રાજ્યના અધિપતિ થઈ બેસે, પરંતુ તેમની તે શંકાનું બલરામે તેમજ દેવતાઓએ આકાશ–વાણી વડે નિવારણ કર્યું અને ઉલટું સૂચન કર્યું કે તેમનાથ તે બાલબ્રહ્મચારી રહેશે અને તીર્થ પ્રવર્તાવશે. તેમ છતાં પણ કૃષ્ણ પિતાની સત્યભામાદિક પત્નીઓને તેમને સંસાર-વાસનાથી લિપ્ત કરવાનું સૂચવ્યું. વિવિધ પ્રયત્ન કરી આખરે સત્યભામાએ પોતાની નાની બેન રામતા સાથે વિવાહ કરવાનું તેમની પાસે તેમની ઈચ્છા વિરૂદ્ધ નક્કી કરાવ્યું. આ પ્રમાણે બધું નક્કી થતાં મેટી ધામધૂમપૂર્વક લગ્નની તૈયારી કરીને અનેક યાદવેથી પરિવૃત મનાથ પ્રભુ રામતીના ગૃહ તરફ આવી પહોંચ્યા. ત્યાં આવતાં જ તેમણે પશુઓને કરૂણાત્મક પિકાર સાંભળે. સારથિના મુખથી એ પશુઓને મારીને આ જાનમાં આવેલાઓને તેનું ભોજન કરાવવામાં આવનાર છે એમ સાંભળતાં જ તેઓએ પિતાને રથ સારથિ પાસે તે પશુઓને રાખવામાં આવેલા સ્થલ તરફ લેવડાવ્યું અને તત્કાલ તે
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy