SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ જિનસ્તુતઃ ] · स्तुति चतुर्विंशतिका ૧૧૫ અર્થાત્--પ્રત્યક્ષ અને પરોક્ષ એમ એ પ્રમાણુરૂપી તેજસ્વી નેત્રવાળા, કુરાયમાન તકે પ્રમાણુરૂપી કેંસર (યાળ) વાળા, આગમ પ્રમાણુરૂપી પહેાળા કરેલ વદનવાળા, સદ્યુક્તિ(અનુમાન) રૂપી ગુંજારવવાળા, સંજ્ઞા (પ્રત્યભિજ્ઞાન)રૂપી પૂંછડાવાળા અને સ્મરણ પ્રમાણુરૂપી નખ–શ્રેણિની ફાંતિથી ભયંકર એવા સ્યાદ્વાદરૂપી સિંહ નયરૂપી વનમાં ક્રીડા કરતા જયવંતે વર્તે છે. આ વિષયના ઉપસંહાર કરતાં એટલુંજ નિવેદન કરવું ખસ થશે કે સ્યાદ્વાદ શૈલી એ અનુપમ શૈલી છે અને આ શૈલી વિશેષતઃ જૈન દર્શનમાંજ દૃષ્ટિ-ગોચર થાય છે; એથી કરીને તે અત્યારે પણ અનેક વિદ્વાના એની મુક્ત કંઠે પ્રશંસા કરતા જોવામાં આવે છે. ચન્દ્રપ્રભ પ્રભુને અસમાન (નિરૂપમ) કહેવાનું કારણુ તીર્થંકરની ગુણુ–સંપત્તિના વિચાર કરીએ, તે સહજ માલૂમ પડશે કે તેની સાથે અન્ય કાઇની સરખામણી થઇ શકે તેમ નથી. જો આપણે એને સાગરના જેવા ગંભીર કહીએ, તે તે ઠીક નથી; કેમકે સાગરમાં તા ખારાશ હાય છે અને આ તે। અમૃતસમાન મધુર છે. વળી જો પ્રકાશમાં તેને પ્રદીપ સાથે સરખાવીએ, તે તેમાં પણ ન્યૂનતાજ રહેલી છે. કેમકે પ્રદીપ તા ધુમાડા અને વાટ સહિત હાય છે, વળી તેને તેલની પણ જરૂર રહેલી છે, તેમજ તે પવનથી મુઝાઈ પણ જાય છે અને તેમ છતાં તે બહુ બહુ પ્રકાશ પાડે તે પણ તે કાંઇજ નહિ; જ્યારે પ્રભુ તા દ્વેષરૂપી ધુમ્રથી રહિત અને કામ-દશારૂપી વાર્ત્તથી મુક્ત છે; વળી સ્નેહરૂપી સ્નેહ (તેલ)ના તા તેણે સર્વથા ત્યાગ કર્યાં છે; આ ઉપરાંત તે તે સમસ્ત બ્રહ્માણ્ડના ઉપર પોતાના કેવલ–જ્ઞાનરૂપી ઉદ્યાત વડે પ્રકાશ પાડે છે. હવે જો પ્રભુને સૂર્યની ઉપમા આપીએ, તે તે પણ અસ્થાને છે, કેમકે સૂર્યના તે અસ્ત પણ થાય છે તથા વળી રાહુ તેને ગળી પણ જાય છે . અને આ ઉપરાંત મેઘથી પણ તેના પ્રકાશને ધક્કો પહોંચે છે.' શીતલતાના સંબંધમાં પ્રભુને ચન્દ્રની ઉપમા આપવી તે પણ વ્યાજખી નથી, કેમકે ચન્દ્ર તેા કલંકિત છે અને વળી અમાવાસ્યાની રાત્રિએ તા તે કયાંયે અગ્યારા ગણી જાય છે તેના પત્તાએ નથી. ૧ ધમાડા. - ૨ વાટ. ૩ સરખાવા નિમ્ન-લિખિત ભક્તામર-સ્તાત્રના ૧૬ મા શ્લોક. ૪ સરખાવેશ— kr " निर्धूमवर्त्तिरपवर्जिततैलपूरः कृत्स्नं जगत्त्रयमिदं प्रकटीकरोषि । गम्यो न जातु मरुतां चलिताचलानां રીપોડપરસ્ત્યમાણે નાથ ! નનંબળાશેઃ ॥' —વસંતતિલકા tr नास्तं कदाचिदुपयासि न राहुगम्यः स्पष्टीकरोषि सहसा युगपज्जगन्ति । नाम्भोधरोदरनिरुद्धमहाप्रभावः सूर्यातिशायिमहिमाऽसि मुनीन्द्र ! लोके ॥" —ભક્તામર-સ્તુંત્ર, લે૦ ૧૭.
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy