SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ જિનસ્તુતય: ] स्तुतिचतुर्विंशतिका કરે છે. છેવટે તીર્થંકરના અંગુઠામાં અમૃતના સંચાર॰ કરી તેમને પ્રણામ કરી સૌધર્મેન્દ્ર નંદીશ્વર દ્વીપે જઈ યથાચિત મહાત્સવમાં રસપૂર્વક ભાગ લઈ સ્વસ્થાને જાય છે. આ પ્રમાણે જન્મ-કલ્યાણક સંબંધીના દેવકૃત મહાત્સવ પૂરો થાય છે. અત્ર એ નિવેદન કરવું અનુચિત નહિ ગણાય કે તીર્થંકરના જન્મ પણ આપણી માફકજ થાય છે. અર્થાત્ આસરે સાડા નવ મહિના ગર્ભ ધારણ કર્યાં પછી જિન-માતા તીર્થંકરરૂપી પુત્ર-રત્નને જન્મ આપે છે. વિશેષમાં તીર્થંકરના જન્મના સંબંધમાં એ ધ્યાનમાં રાખવા જેવું છે કે પુત્ર-પ્રસવને અંગે જે અન્યત્ર મલિનતા, દુર્ગંધ ઈત્યાદિના સદ્ભાવ ોવાય છે, તેવા અત્ર સંભવતા નથી. મેરૂ ગિરિરાજ— આ શ્લાકમાં જે મેરૂ પર્વતને વિષે ઉલ્લેખ કરવામાં આવ્યે છે, તે જ શ્રૃદ્વીપમાં આવેલા મેરૂ પર્વત છે, કેમકે જે તીર્થંકરના જે દ્વીપમાં જન્મ થયા હોય, તેના તે દ્વીપમાં આવેલા એરૂ પર્વત ઉપર જલાભિષેક કરવામાં આવે છે. આ જમ્મૂઢીપમાંના મેરૂ પર્વત અનેક દ્વીપ–સમુદ્રની વચ્ચેવચ્ચે આવેલા છે અને વ્યવહાર (નાગમક્ષાદિ સાત નામાંના ત્રીજા ) નય પ્રમાણે સૂર્યની ગતિ વિચારતાં દિશાના નિયમ-અનુસાર તે ભરતાદિ સર્વ ક્ષેત્રાની ઉત્તરે છે. મનુષ્યલાકમાં આવેલા જ્યાતિષ્ઠ દેવા અર્થાત્ સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા મેરૂ પર્વતની નિરંતર પ્રદક્ષિણા ફરે છે અને તેઓ આ પર્વતની કાઈ પણ બાજુથી ૧૧૨૧ ચેાજનથી દૂજ ભમે છે.પ આ ઉપરથી સમજી શકાય છે કે જૈન શાસ્ત્ર પ્રમાણે ઉદયાચળ કે અસ્તાચળ નથી. અર્થાત્ જે પર્વત ઉપર સૂર્યના ઉદય થાય છે તે ‘ઉદચાચલ' કહેવાય છે અને જ્યાં સૂર્ય અસ્ત પામે છે. તે ‘અસ્તાચલ' કહેવાય છે અને તે પર્વતા પૂર્વ અને પશ્ચિમ દિશાઓમાં આવેલા છે. એ હિંદુ શાસ્ત્રની માન્યતા છે. આથી જોઇ શકાય છે કે આ શ્લાકમાં જે ‘અસ્તાચલ ' શબ્દ ગ્રહણ કર્યાં છે, તે લૌકિક રૂઢિ પ્રમાણે છે; અર્થાત્ વસ્તુતઃ જૈન શાસ્ત્ર પ્રમાણે હિંદુ શાસ્ત્રકારોએ વર્ણવેલ ‘અસ્તાચલ ’ નથી. ૧ આ પ્રમાણે અમૃતને સંચાર કરવાનું કારણ એ છે કે તીર્થંકરા સ્તન-પાન કરતા નથી. આ વાતની આવશ્યક સૂત્રની ચૂર્ણિ તેમજ તેની વૃત્તિમાંના ઋષભદેવ-અધિકાર સાક્ષી પૂરે છે. ૨ આપણે જોઈ ગયા તેમ આ જગતમાં અસંખ્ય દ્બીપ-સમુદ્રો છે. તેમાં આ નંદીશ્વર આમા દ્વીપ છે. એની પૂર્વેના સાત દ્વીપેાનાં નામ જમ્મુ, ધાતકી, પુષ્કર, વારૂણીવર, ક્ષીરવર, દ્યુતવર અને ઇક્ષુવર છે અને આ દ્વીપેાની આસપાસ ચારે તરફ વીટળાયેલા સમુદ્રોનાં નામેા અનુક્રમે લવણ, કાલાધિ, પુષ્કરવર, વારૂણી વર, ક્ષીરવર, દ્યુતવર અને ઇવર છે. આ નંદીશ્વર દ્વીપમાં ચાર દિશામાં ચાર · અંજનગિરિ ? છે અને એ દરેક ગિરિ( પર્વત ) ઉપર ઋષભ, ચંદ્રાનન, વારષણ અને વર્ધમાન એ નામની ચાર ચાર શાશ્વતી પ્રતિમાએ છે. વિશેષમાં આ પ્રત્યેક અંજનગિરિ ને લગતા ચાર ચાર ‘રતિકર’ અને આઠ આઠ ‘ધિમુખ’ છે. ૩ જન્મકલ્યાણકને લગતી વિશેષ હકીકત જમ્મૂદ્દીપ-પ્રજ્ઞપ્તિ (પંચમ વક્ષસ્કાર)માંથી મળી શકરો, ૪ અન્ય શાસ્ત્રોમાં માનવામાં આવેલા પૂજ્ય પુરૂષોમાંથી કોઇકના જન્મ પુરૂષતી નાભિમાંથી, તો કાઇકના સાથળમાંથી કે એવા કોઈ અવયવમાંથી થયાનું અથવા માતાનું ઉદર ચીરીને બહાર નીકળવાનું કે કોઈ અલૈકિક રીતે થયાનું કહેવામાં આવે છે. તેવી વાતને તીર્થંકરના જન્મ સાથે કંઈ પણ લાગતું વળગતું નથી. ૫ મેરૂ પર્વત સંબંધી વિશેષ માહિતી જમ્મુદ્દીપ-પ્રજ્ઞપ્તિના ચતુર્થ વક્ષસ્કાર (શાન્તિયન્તીયા વૃત્તિ પૃ. ૩૫૯–૩૭૫ ) માંથી મળશે, ૫ 5
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy