________________
ફેલાવે છે) કહે છે. તેમજ જે ત્રણેય જગતના દોષોને હરનારા દીપકની સાથે સ્પર્ધા કરે છે. તે આ મંગલોની શ્રેણિમાં મુખ્ય ગણનાવાળો કુંભ ચિરકાળ સુધી આનંદ આપો. કુંભને ચોખાથી વધારે અને કુંભસ્થાપકને અભિગ્રહ કરાવે. ત્યારબાદ દીપકમાં પૂરતા પ્રમાણમાં ઘી ભરીને હવા વગેરે ન લાગે તેમજ ઉડતા જીવજંતુ આદિની જયણા માટે દીપક ઉપર ઢાંકણ ઢાંકવું. ઘણી જગ્યાએ આ માટેનું મોટું ફાનસ હોય છે.
સમયે સમયે દીવામાં ઘી પૂરતા રહેવું તથા વાટ બહાર ખેંચતા રહેવું. અરિષ્ટોનો નાશ કરનાર તથા સંઘનું કલ્યાણ કરનાર આ કુંભ તથા દીપકની બરાબર સંભાળ રાખવી.
દરરોજ કુંભ સન્મુખ ચોખાનો સ્વસ્તિક કરી ફળ નૈવેદ્ય મૂકી ધૂપ-દીપ સાથે સાત સ્મરણ. ગણવા.. (પેજ નં. ૧ પર બતાવ્યા મુજબ)
જવારા રોપણ વિધિ શાન્તિસ્નાત્ર હોય તો ૪ તથા પ્રતિષ્ઠા કે અંજનશલાકા હોય તો વિધિકારની સૂચના મુજબ ૮ કે ૧૨ કોડીયામાં જ્વારા વાવવા... • અષ્ટોત્તરી હોય તો વાંસના જ્વારામાં પણ જ્યારા. વાવવા... - કોડીયાં કાળા ડાઘ વગરનાં તથા મોટી સાઈઝનાં લેવાં. કુમારિકાઓ કે સધવા સ્ત્રીઓ પાસે આ વિધિ કરાવવી.