SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ મારી પયગંબર સાથેની મુલાકાત - ૭૬ થયા. પછી પૂનાની ડેક્કન કૉલેજમાં દાખલ થઈને બે વરસ સુધી ઠીક ઠીક આધુનિક શિક્ષણ પણ મેળવ્યું. એ પછી એમના જીવનને વેદનામય, ગહન, તબક્કો શરૂ થયો. એક દિવસ સાંજે સ્કૂલમાંથી સાયકલ પર પાછા ફરતાં એક પ્રખ્યાત મુસલમાન સ્ત્રીફકીરના ઘર પાસેથી એ પસાર થતા'તા. એ સ્ત્રીનું નામ હઝરત બાબા જાન હતું અને એ સૌથી પણ વધારે ઉમરની કહેવાતી. એના લાકડાના સાદા, એક ઓરડાના, ઘરની બહારની જાળીવાળી ઓસરીમાંની પથારી પર એ આરામ કરતી'તી. એની પાસેથી સાયકલ નીકળી તે જ વખતે એ વૃદ્ધ સ્ત્રીએ ઊઠીને સંકેત કર્યો. એ સાયકલ પરથી ઊતરીને એની પાસે ગયા. એના હાથને હાથમાં લઈને એ ભેટી અને એમના કપાળ પર ચુંબન કર્યું. એ ઘટના પછીથી જે બન્યું તેના વિશે ચોખ્ખી માહિતી ના મળી. મને એમ કહેવામાં આવ્યું કે યુવક શુન્યમનસ્ક જેવી દશામાં ઘેર ગયો, અને પછીના આઠ મહિના દરમિયાન એની માનસિક શક્તિઓ ક્રમેક્રમે ઘટતી ગઈ અને આખરે એને માટે બરાબર ભણવાનું પણ મુશ્કેલ થઈ પડયું. છેવટે ભણવાનું એકદમ અશકય થઈ પડવાથી કોલેજને એણે તિલાંજલિ આપી. યુવાન મહેરના જીવનમાં એ પછી અર્ધગાંડપણની દશા ચાલુ થઈ. પોતાની સંભાળ રાખવાનું એને માટે કપરું થઈ પડયું. એની આંખ નીરસ ને નિચેતન જેવી બની ગઈ. મનુષ્યનાં જમવા, સ્નાન કરવા, તથા કુદરતી હાજતે જવા જેવાં બીજાં પ્રાથમિક કામ કરવાની શક્તિ કે બુદ્ધિ પણ એનામાં ના રહી. પિતાજી ખાવાનું કહેતા ત્યારે એ યાંત્રિક રીતે ખેરાક લેતો. નહિ તો ભજન શા માટે રાખવામાં આવ્યું છે એનું ભાન પણ એને ના રહેતું. સંક્ષેપમાં કહીએ તો એની દશા માનવીય સંચા જેવી થઈ ગઈ. વીસ વરસના યુવકની સંભાળ ત્રણ વરસના બાળકની જેમ એનાં માબાપને રાખવી પડે ત્યારે મનની શક્તિ હણાઈ ગઈ છે એવું
SR No.006197
Book TitleBharatna Adhyatmik Rahasyani Khoj Ma
Original Sutra AuthorN/A
AuthorPaul Bronton
PublisherVora and Company Publishers Pvt Ltd
Publication Year1972
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy