SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ ભુલાયેલા સત્યની ઝાંખીઓ ૪૮૫ મને દુનિયાના ભાનમાંથી મુક્તિ મળી. મને અત્યાર સુધી આશ્રય આપનારે દુનિયાને ગ્રહ અદશ્ય થયે. હું ઝળહળતા તેજના સમુદ્રની વચ્ચે આવી પડ્યો. એ પ્રકાશ પ્રકૃતિની પહેલી અવસ્થા અથવા જેમાંથી સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે તે આદિ સામગ્રી છે એવું વિચારધારા નહિ પરંતુ સ્વાનુભવદ્વારા સમજાયું. એ માની ન શકાય તે સજીવ બનીને અકથ્ય અનંત અવકાશમાં બધે ફરી વળ્યા. અવકાશમાં રચાયેલા આ રહસ્યમય વિશ્વનાટકનો અર્થ એક ચમકારા માત્રમાં મને સમજાઈ ગયો, અને એ પછી હું મારા જીવન નના અથવા મારી ચેતનાના પહેલાંના કેન્દ્ર પર આવી પહોંચ્યો. હું, નો અવતાર પામેલે હું, પરમ સુખનો સ્વાદ પામ્યો. મેં જ્ઞાનામૃતને જે હાલે પીધો તેને પરિણામે ભૂતકાળની કડવી સ્મૃતિઓ અને ભવિષ્યની ચિંતાઓ પૂરેપૂરી મટી ગઈ. મને એક પ્રકારની અલૌકિક અઝાદીની તથા અવર્ણનીય પરમ સુખની પ્રાપ્તિ થઈ. મારું અંતર ઊંડી સહાનુભૂતિથી ભરાઈને સમસ્ત સૃષ્ટિને આલિંગન આપવા માંડયું, કારણકે મને સારી પેઠે સમજાયું કે સૌને જાણવું એટલે સૌને ક્ષમા આપવી એમ જ નહિ પરંતુ સૌના પર પ્રેમ રાખો. મારું અંતર આનંદમાં તરબોળ થઈને અવનવું બની ગયું. એ પછી મારે જે અનુભવોમાંથી પસાર થવું પડયું એ અનુભ એટલા બધા સૂક્ષ્મ ને નાજુક છે કે એમને કલમની મદદથી રજૂ કરવાનું કામ સહેલું નથી લાગતું. તાં પણ શીખવા મળેલાં એ સુંદર સત્યને પૃથ્વીની ભાષામાં ભાવાનુવાદ કરું તો મારે એ પ્રયત્ન નિરર્થક નહિ થાય. એટલા માટે, માનવમનની પાછળની એ વણખેડાયેલી, અપરિચિત, વિસ્મયકારક અને વિશાળ, આત્માની અનાદિ દુનિયાનાં કેટલાંક આછાંપાતળાં સંસ્મરણો હું તાજાં કરીશ. ' (૧) માનવ પરમાત્માની સાથે અભિન્ન સંબંધથી બંધાયેલા છે. એ પરમાત્માએ એનું માતા કરતાં પણ વધારે મમતાથી પય પાન
SR No.006197
Book TitleBharatna Adhyatmik Rahasyani Khoj Ma
Original Sutra AuthorN/A
AuthorPaul Bronton
PublisherVora and Company Publishers Pvt Ltd
Publication Year1972
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy