SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ અરણ્યના આશ્રમમાં ૪૫૯ પુસ્તક હતું, અને એના મોટા અક્ષરો પર એમની ભારે પિપચાંવાળી આંખે એકતાર બનીને ફરી રહી હતી. એ બ્રાહ્મણ હતા અને ઘણું વરસો સુધી મદ્રાસની બાજુમાં સ્ટેશનમાસ્તર તરીકે કામ કરી ચૂકેલા. સાઠ વરસની વયે, એમની પત્નીના મૃત્યુ પછી તરત જ એ રેલ્વેની નેકરીમાંથી નિવૃત્ત થયેલા. કુદરતે આપેલા એ અવસરને લાભ લઈને એમણે લાંબા વખતથી મુલતવી રાખેલી ભાવનાઓની પૂર્તિ કરવા માંડી, પિતાને પૂર્ણપણે પ્રભાવિત કરી શકે એવા ઉપદેશ અને વ્યક્તિત્વવાળા મહાપુરુષની શોધ કરવાની કામનાથી એમણે ચૌદ વરસ સુધી સમસ્ત દેશની યાત્રા કરીને સંતે, યોગીઓ અને મહાત્માઓની મુલાકાત લીધી. એમણે ત્રણ વખત ભારતને પ્રવાસ કર્યો, તે પણ એવા ગુરુ કે મહાપુરુષ ના મળ્યા. એમનું વ્યક્તિગત ધોરણ દેખીતી રીતે જ ઘણું ઊંચું હતું. અમે સાથે બેસીને અમારા અનુભવોની આપલે કરી ત્યારે એ એમની નિષ્ફળતાને અફસોસ કરવા માંડ્યા. એમને કરચલી પડેલે, ખડબચડે, પ્રામાણિક ચહેરે મને સ્પર્શી થયે. એ કઈ બુદ્ધિવાદી માણસ નહતા. પરંતુ સાદા અને આંતરપ્રેરણું પ્રમાણે ચાલનારા હતા. એમના કરતાં મારી ઉંમર ઘણી નાની હોવાથી, એ વૃદ્ધ પુરુષને થેડીક સારી શિખામણ આપવાની મેં મારી ફરજ માની ! એના સમર્થનરૂપે એમણે મને એમના ગુરુ બનવાની વિસ્મયકારક વિનતિ કરી ! તમારા ગુરુ દૂર નથી.” મેં એમને જણાવ્યું અને સીધા જ મહર્ષિ પાસે લઈ ગયો. મારી સાથે સંમત થતાં અને મહર્ષિના ઉત્સાહી શિષ્ય બનતાં એમને વધારે વખત ના લાગે. બીજા હોલમાં ચશ્માંવાળા, રેશમી કપડાં પહેરેલા, સમૃદ્ધિશાળી દેખાતા એક બીજા સજજન બેઠેલા હતા. એ એક ન્યાયાધીશ હતા અને વેકેશનને લાભ લઈને મહર્ષિનાં દર્શને આવેલા. એ એક ખાસ શિષ્ય અને મોટા પ્રશંસક હતા, અને વરસમાં ઓછામાં ઓછું એક વાર તે ત્યાં આવતા જ. એ સંસ્કારી, સુધરેલા, સુશિક્ષિત સ ગૃહસ્થ ગરીબ, કમર સુધીનાં ઉઘાડાં અંગવાળા, તેલ ચોળેલા, વાર્નિશ
SR No.006197
Book TitleBharatna Adhyatmik Rahasyani Khoj Ma
Original Sutra AuthorN/A
AuthorPaul Bronton
PublisherVora and Company Publishers Pvt Ltd
Publication Year1972
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy