SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ અરણ્યના આશ્રમમાં ૫૩ ગુફામાં રહેવાનું જ ચાલુ રાખ્યું. ત્યાં એમને થયેલી વિદ્વાન ને વિખ્યાત બ્રાહ્મણ પંડિત ગણપતિ શાસ્ત્રીની મુલાકાત, વધારે સામાજિક કારકિર્દીમાં પ્રવેશનારા એમના બાહ્ય જીવનમાં એક જુદો જ ફોટો પાડનારી પુરવાર થઈ. એ પંડિત અભ્યાસ તથા ધ્યાન કરવા માટે હજુ હમણાં જ મદિરની બાજુમાં રહેવા આવેલા. સંજોગોવશાત એમણે સાંભળ્યું કે પર્વત પર એક ખૂબ જ યુવાન ગી વાસ કરે છે. એટલે એ કુતૂહલથી પ્રેરાઈને એમની શોધમાં નીકળ્યા. જયારે એ મહર્ષિને મળ્યા ત્યારે મહર્ષિ સૂર્ય તરફ દૃષ્ટિને સ્થિર કરીને જોતા હતા. સૂર્ય પશ્ચિમી ક્ષિતિજની પાછળ અદશ્ય થાય ત્યાં સુધી કેટલાક કલાક સુધી ઝળહળતા સૂરજ પર દષ્ટિને સ્થિર કરવાનું કામ એમને માટે રેજનું હતું. ભારતમાં બપોર પછીનાં સૂર્યકિરણના તીખા પ્રકાશની કલ્પના અનુભવ વગરના અંગ્રેજથી ભાગ્યે જ થઈ શકે. મને યાદ આવે છે કે એક વખત મેં પર્વતની ખડી ચડાઈને કવખતે ચડવાનું ચાલુ કર્યું ત્યારે બપોરે પાછા ફરતી વખતે આશ્રય ન મળવાથી ભારે સૂર્યના ધગધગતા પ્રકાશમાં હેરાન થવું પડેલું. કેટલાક વખત સુધી મને પીધેલા માણસની પેઠે ચક્કર આવવા લાગ્યાં અને હું લથડિયાં ખાવા માંડ્યો. એટલે ઊંચું મુખ અને અચળ આંખ રાખીને સૂર્યના તીખા તાપને વેઠવાની યુવાન રમણ દ્વારા કરાતી એ સાધનાનું મૂલ્યાંકન એના પરથી વધારે સારી રીતે કરી શકાશે. એ પંડિતે હિંદુ ધર્મનાં બધાં જ મુખ્ય પુસ્તકને બાર વરસ સુધી અભ્યાસ કરેલે, અને કેઈક ચોક્કસ આત્મિક સિદ્ધિ મેળવવાની ઈચ્છાથી પ્રેરાઈને કઠોર તપ કરેલું. પરંતુ તે છતાં એમની મૂંઝવણો તથા શંકાઓ નહોતી ટળી. એમણે રમણને પ્રશ્ન પૂછ્યો, અને પંદર મિનિટ પછી એને જે ઉત્તર મળ્યો એમાં સમાયેલા જ્ઞાનથી એ સ્તબ્ધ બની ગયા. એમણે પિતાની આધ્યાત્મિક અને તાત્વિક સમસ્યાઓની રજૂઆત કરતાં બીજા પ્રશ્નો પૂછી ભા. આ. ૨. . ૨૯
SR No.006197
Book TitleBharatna Adhyatmik Rahasyani Khoj Ma
Original Sutra AuthorN/A
AuthorPaul Bronton
PublisherVora and Company Publishers Pvt Ltd
Publication Year1972
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy