SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ એક અદ્ભુત મુલાકાત ૪૨૭ કથામાં આ મહાન ભ્રમણાની અંદરની એક ભ્રમણામાં, ભાગ લઈને તમારો વખત બરબાદ કરી રહ્યા છે.” એ અવાજને પરિણામે, મારી સામે ચાલી રહેલી માનવની પ્રીતિ અને કરુણતાની ફિલ્મમાંથી રસના છેલા અંશને પણ હું ખોઈ બેઠો. મારી બેઠક પર વધારે વખત બેસવાનું હવે ફારસરૂપ થઈ પડશે એમ સમજીને હું ઊભો થયો ને થિયેટરની બહાર ચાલી નીકળે. પૂર્વના દેશોમાં માનવજીવનની તદ્દન નજીક દેખાતા સુંદર ચંદ્રની નીચેથી પસાર થતો હું રસ્તા પર મંદ ગતિએ અને કઈ પણ પ્રકારના પ્રયજન વિના પરિભ્રમણ કરવા માંડયો. રસ્તાના ખૂણામાં એક ભિખારી મારી પાસે આવી પહોંચ્યો. એણે અસ્પષ્ટ શબ્દમાં સૌથી પહેલાં કંઈક કહેવા માંડયું. એટલે મેં એના ચહેરા તરફ તાકીને જોવા માંડયું. હું ભયથી પાછો ખસી ગયે, કારણકે કેાઈ ભયંકર રોગને લીધે એના ચહેરાની ચામડી હાડકાં સાથે થીંગડાની પેઠે ચોંટી ગઈ હતી, અને એને પરિણામે એ એકદમ કુરૂપ દેખાતો હતો. પરંતુ જીવનના શિકાર બનેલા એ સાથી પ્રત્યેને મારે કંટાળે થેડી જ વારમાં દૂર થયે. એને બદલે મારા દિલમાં ઊંડી દયા પેદા થઈ, અને મારી પાસે જેટલા છૂટા પૈસા હતા તે બધા જ એણે મારી તરફ ફેલાવેલા એના હાથમાં મેં મૂકી દીધા. હું બેક બેના દરિયાકિનારે જઈ પહોંચ્યો, અને ત્યાં રોજ રાતે ફરવા આવતા જુદીજુદી જાતિના લેકના પચરંગી ટોળાથી બચવા માટે એક એકાંત જગ્યામાં બેસી ગયા. શહેરને સુંદર ચંદરવા જેવા તારામંડળનું નિરીક્ષણ કરતી વખતે મને ભાન થયું કે મારા જીવનમાં હું અણધાર્યા કટોકટીના તબક્કાએ પહોંચી ચૂક્યો છું. મારી સ્ટીમર થોડાક દિવસમાં યુરેપને માર્ગે ચાલી નીકળશે અને અરબી સમુદ્રનાં વાદળી–નીલરંગી પાણીમાંથી આગળ વધશે. સ્ટીમર પર એક વાર હું તત્વજ્ઞાનને છેલ્લી સલામ ભરી લઈશ તથા
SR No.006197
Book TitleBharatna Adhyatmik Rahasyani Khoj Ma
Original Sutra AuthorN/A
AuthorPaul Bronton
PublisherVora and Company Publishers Pvt Ltd
Publication Year1972
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy