SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં એમણે પાછા ફરીને સ્નેહાળ સ્મિત કર્યું, એમનાં ચશ્માંમાંથી પ્રસન્નતાપૂર્વક નજર નાખી અને મારી પીઠને લાગણીપૂર્વક થાબડીને છૂટા પડતી વખતે ખાતરી આપીઃ - “મારો આશીર્વાદ મેં તમને આપેલો જ છે!” હું મારા ડબામાં પાછો ફર્યો અને ગાડી ઝડપથી ચાલવા માંડી. બારીમાંથી ભૂખરાં રાખોડી રંગનાં ખેતરો દેખાવા માંડ્યાં. ઊંઘભરેલી આંખવાળાં ઢોરનાં નાનાં ટોળાં આ છો ઊગેલે ઘાસચારે સંતોષપૂર્વક ચાવ્યા કરતાં હતાં. મારી આંખ એમની હાજરીની અર્ધભાનની અવસ્થામાં જ વેંધ લેતી, એનું કારણ એટલું જ કે મારું મન જે મને ખૂબ જ ગમી ગયેલા અને જેમને હું અત્યંત આદરણીય માનતે એવા નાંધપાત્ર પુરુષના ચિત્ર સાથે આગળ વધી રહ્યું હતું. એ એકીસાથે એક પ્રેરણાપ્રાપ્ત સ્વપ્નદૃષ્ટા, શુદ્ધ અને શાંત મનના યોગી, સંસારના એક વ્યવહારકુશળ માનવ તેમ જ એક ઝળકતા ખાનદાન સગૃહસ્થ હતા !
SR No.006197
Book TitleBharatna Adhyatmik Rahasyani Khoj Ma
Original Sutra AuthorN/A
AuthorPaul Bronton
PublisherVora and Company Publishers Pvt Ltd
Publication Year1972
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy