SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં પરંતુ એરડાની દીવાલા અને એરડાના રાચરચીલા પર એક બીજું અદૃષ્ટ સુશોભન પણ રહેતું હેાય છે. એ ઘણું અગત્યનું હેાય છે. એ વસ્તુઓ મનુષ્યાના વિચારો ને ભાવાનુ વહન કરે છે એની તમને ખબર છે ? પ્રત્યેક ખ'ડ, અને પ્રત્યેક ખુરશી પણ, એને સતત રીતે વાપરનાર વ્યક્તિની અદૃષ્ટ અસરને પ્રકટ કરે છે. તમને એ વાતાવરણનું દન ન થાય તેપણુ એ ત્યાં હેાય છે જ, અને એની પરિધિમાં પ્રવેશે છે તે બધા જ આછેવત્તે અંશે અને અજાણપણે પ્રભાવિત થાય છે.’ ૩૫૪ " < તમે એમ કહેવા માગેા છે કે માનવના ચારિત્ર્યનું પ્રતિબિંબ પાડનારા પદાર્થોની આજુબાજુ ઇલેકટ્રીક અથવા લાહચુંબકીય કિરણો રહેતાં હોય છે ? ? • ચાક્કસપણે. વિચારા એમની પાતાની ભૂમિકામાં વાસ્તવિક વસ્તુઓ છે, અને આપણે જેમને કાયમ માટે બરાબર ઉપયેગ કરીએ છીએ તેમની સાથે, ટૂંકા કે લાંબા વખત માટે જોડાઈ જાય છે.’ • એ એક ભારે રસમય સિદ્ધાંત છે.’ " એ સિદ્ધાંત કરતાં વિશેષ છે. એ એક વાસ્તવિકતા છે. માણુસ સ્થૂળ શરીર ઉપરાંત એક બીજું સૂક્ષ્મ શરીર ધરાવે છે, અને એ શરીરમાં પ્રવૃત્તિનાં એવાં કેન્દ્રો અસ્તિત્વ ધરાવે છે જે ઇન્દ્રિયાની પ્રક્રિયાના સ્થૂળ અવયવોને મળતાં છે. એ કેન્દ્રોદ્વારા એ અદૃષ્ટ શક્તિઓને પારખી શકે છે. કારણ કે જ્યારે એમને શક્તિશાળી બનાવવામાં આવે છે ત્યારે એ માનસિક અને આત્મિક દૃષ્ટિનું દાન કરે છે.’ થોડી વાર અટકળ્યા પછી એમણે ભારતની અવસ્થા વિશે રા પર પડેલી અસરા સંબંધમાં પૂછી જોયું. એમના દેશની આધુનિક જીવન જીવવાની પદ્ધતિએની અવગણનાની, આ પૃથ્વી પરની માણસની ટૂંકી સફરને સુધારનારી યાંત્રિક શેાધેા, સુગમ સગવડા અને આનંદ
SR No.006197
Book TitleBharatna Adhyatmik Rahasyani Khoj Ma
Original Sutra AuthorN/A
AuthorPaul Bronton
PublisherVora and Company Publishers Pvt Ltd
Publication Year1972
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy