SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ બનારસના આશ્ચર્યકારક કામ કરનારા સંતપુરુષ ૨૯૭ - ત્રીજી વાર મેં કેસૂડાની સુવાસ પસંદ કરી. એ પેદા કરવામાં પણ એ એવા જ સફળ થયા. પિતાની સફળતાથી વિશુદ્ધાનંદ લાગણીવશ નહોતા લાગતા. એ આખેય પ્રયોગ એમને રોજની ઘટના જે કે સાધારણ પ્રસંગ જેવો લાગતો હતો. એમની ગંભીર મુખાકૃતિ જરા પણ હળવી નહોતી થતી. “હવે હું પોતે જ સુગંધ પસંદ કરું છું.” એમણે અણધારી રીતે જાહેર કર્યું : “હું એક એવા ફૂલની સુગંધ પેદા કરીશ જેની ઉત્પત્તિ તિબેટ સિવાય બીજે ક્યાંય નથી થતી.” રૂમાલના સુગંધ વગરના બાકીના છેડા પર એમણે થોડે સૂર્યપ્રકાશ કેન્દ્રિત કર્યો અને એ વસ્તુની સિદ્ધિ થઈ. એમણે ચોથી વાર એક એવી સુગંધ પેદા કરી જેને ઓળખી કાઢવાનું મારે માટે મુશ્કેલ થઈ પડયું. થોડી મૂંઝવણમાં મુકાઈને એ સફેદ રેશમી રૂમાલ મારા ગજવામાં મૂક્યો. એ આખાય પ્રયોગ અને ચમત્કારિક હેવાને લાગ્યો. એમણે એ સુગંધી દ્રવ્યોને પિતાની પાસે છુપાવી રાખ્યાં હશે ? એમણે પોતાની કફનીમાં સંતાડયાં તો નહિ હોય ? એવું હોય તો તે એમની પાસે ઘણું મોટો સંગ્રહ હે જોઈએ. કારણકે જ્યાં સુધી હું જાહેર ન કરું ત્યાં સુધી મારી પસંદગીની સુવાસની એમને ખબર જ ન પડે. એને માટે જેટલો જરૂરી હોય તેટલો પૂરતો સંગ્રહ એમની સાદી કફનીમાં ભાગ્યે જ સમાઈ શકે. એ ઉપરાંત, એમના હાથ કફનીની ગડીમાં એક વાર પણ નથી પેઠા. મેં કાચ તપાસી જોવાની મંજૂરી માગી. એ તારની ફ્રેમમાં જોડેલે, તારના નાના હેન્ડલવાળા, એક તદ્દન સાધારણ, વસ્તુઓને મેટા સ્વરૂપે બતાવનારો કાચ હતો. એની અંદર કશું શંકા કરવા જેવું ન લાગ્યું. વધારામાં સુરક્ષાની એક બીજી સામગ્રી પણ ત્યાં હાજર હતી. વિશુદ્ધાનંદનું નિરીક્ષણ કેવળ હું જ નહેતે કરી રહ્યો, પરંતુ
SR No.006197
Book TitleBharatna Adhyatmik Rahasyani Khoj Ma
Original Sutra AuthorN/A
AuthorPaul Bronton
PublisherVora and Company Publishers Pvt Ltd
Publication Year1972
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy