SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ દક્ષિણ ભારતના ધાર્મિક વડા સાથે ૧૮૯ હતી કે ભવિષ્યની વધારે વિવેકી પેઢી એશિયા અને યુરોપની સભ્યતાનાં ઉત્તમ તને સુમેળ સાધીને વધારે ઊંચી, સુંદર અને સુવ્યવસ્થિત સમાજરચનાનું નિર્માણ કરશે. એ વિષયને પડતું મૂકીને મેં કેટલાક અંગત પ્રશ્નો પૂછવાની અનુમતિ માગી. એ અનુમતિ મને સહેલાઈથી મળી ગઈ. તમે શંકરાચાર્યને ખિતાબ ક્યારથી ધારણ કર્યો છે?” ઈ. સ. ૧૯૦૭થી. એ વખતે મારી ઉંમર બાર વરસની હતી. મારી પસંદગી પછી હું ચાર વરસ બાદ કાવેરી નદીના કાંઠા પરના એક ગામમાં ગયો. ત્યાં રહીને મેં ત્રણ વરસ સુધી અભ્યાસ તથા ધ્યાનમાં મન લગાડયું. મારું જાહેર કાર્ય તે પછી જ શરૂ થયું.” તમારા મુખ્ય કેન્દ્ર કુંભકાનમમાં તમે ભાગ્યે જ રહે છે એ સાચું છે?” “એનું કારણ એ છે કે નેપાળના મહારાજાએ ઈ. સ. ૧૯૧૮માં મને થોડાક વખત માટે એમને મહેમાન થવાનું આમંત્રણ આપેલું. મેં એને સ્વીકાર કર્યો, અને ત્યારથી ઉત્તરમાં આવેલા એમના રાજ્યની દિશામાં મારો પ્રવાસ ચાલુ રહ્યો છે. છતાં આટલાં બધાં વરસ દરમિયાન હું થોડાક માઈલ જ આગળ વધી શક્યો છું, કારણ કે મારા પદની પરંપરા પ્રમાણે રસ્તામાં આવતા અને મને આમંત્રણ આપતા પ્રત્યેક ગામ કે નગરમાં, જે તે બહુ દૂર ના હોય તે, મારે રહેવું જોઈએ. સ્થાનિક મંદિરમાં મારે ધાર્મિક પ્રવચન કરવું જોઈએ. ને ગામ કે નગરના રહેવાસીઓને છેડે ઉપદેશ આપવો જોઈએ.' મારી શોધ વિશે મેં નિર્દેશ કર્યો અને એમણે મને અત્યાર સુધી મળેલા યોગીઓ અથવા સંતપુરુષ સંબંધી પૂછપરછ કરી. એ પછી મેં નિખાલસપણે કહ્યું : “ગની ઉત્તમોત્તમ સિદ્ધિઓ પ્રાપ્ત કરી ચૂકેલા અને એમને કોઈ પુરાવો આપી શકે તેવા અથવા એમનું પ્રદર્શન કરી શકે તેવા કઈ મહાપુરુષને મળવાની મારી ઈચ્છા છે. એવા સંતપુરુષે તે.
SR No.006197
Book TitleBharatna Adhyatmik Rahasyani Khoj Ma
Original Sutra AuthorN/A
AuthorPaul Bronton
PublisherVora and Company Publishers Pvt Ltd
Publication Year1972
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy