SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ કર્મ-વિચાર ભાગ-૩ કરવામાં આવ્યું છે. ભાવાર્થ એ છે કે ઉપર લખેલા સંસ્થાનમાં આખું શરીર સંપૂર્ણ લક્ષણલક્ષિત હોય છે. તે પ્રમાણે આ સંસ્થાનમાં માત્ર શરીરનો કેડ ઉપરનો ભાગ સંપૂર્ણ લક્ષણ લક્ષિત હોય છે, નીચેનો ભાગ સુંદર તો હોય જ, પણ તેમાં સંપૂર્ણ લક્ષણોની અપેક્ષાએ કંઈક ખામી હોય છે. ૯૪. ૪૬. ૩. સાદિસંસ્થાનનામકર્મ–સાદિ અથવા સાચિ એમ બે નામ આ સંસ્થાનને માટે વપરાય છે. સાદિ એટલે માત્ર અમુક જગ્યાએથી શરૂઆત એવો અર્થ થાય છે. અર્થાત્ કેડથી શરૂઆત થઈ પગ સુધીનો બધો ભાગ યથાર્થ લક્ષણોપેત હોય તે સાદિસંસ્થાનનામકર્મ. સાચિ શબ્દનો અર્થ તે નામનું કોઈ વૃક્ષ વિશેષ હશે કે જે નીચેના ભાગમાં રમણીય હશે, બીજા સંસ્થાન કરતાં આ ત્રીજું સંસ્થાન વિપરીત છે. ૯૫. ૪૭. ૪. કુસંસ્થાનનામકર્મ—બન્ને ભાગમાં લક્ષણો ન્યૂન હોય. કુબ્જ શબ્દનો સામાન્ય અર્થ કૂબડું એવો થાય છે. પરંતુ એ કૂબડાપણું ઉપરનાં ત્રણ સંસ્થાનમાં બતાવેલાં લક્ષણો પૂરેપૂરાં ન હોય, તેની અપેક્ષાએ સમજવું. જે શરીરમાં ઉપરનીચે બન્ને ભાગ સંપૂર્ણ લક્ષણલક્ષિત ન હોય, કંઈક કંઈક ખામી હોય તે મુજસંસ્થાન, અને તેનું પ્રેરક કર્મ તે કુબ્જ સંસ્થાનનામકર્મ. ૯૬. ૪૮. ૫. વામનસંસ્થાનનામકર્મ–વામન શબ્દનો અર્થ ઠીંગણું થાય છે. પરંતુ ઠીંગણાપણું ઉપરનાં સંસ્થાનોની અપેક્ષાએ સમજવું. એટલે કે કુબ્જસંસ્થાનમાં યદ્યપિ સર્વ અવયવો સંપૂર્ણ લક્ષણોપેત ન હોય, છતાં શરીરનો કદ, બાંધો, રચના વગેરે ઠીક હોય; તેના કરતાં આ સંસ્થાનવાળા શરીરમાં સંપૂર્ણ લક્ષણો તો ન હોય, પરંતુ કંઈક નીચાપણું હોય. માટે તેનું નામ વામનસંસ્થાન. તેનું પ્રેરક કર્મ વામનસંસ્થાનનામકર્મ. ૯૭.. ૪૯. ૬. હુંડકસંસ્થાનનામકર્મ—હુંડક અથવા હુંડન એ બે શબ્દો વપરાય છે. હુંડકનો અર્થ અવ્યવસ્થિત એવો કંઈક થાય છે. જે શરીરમાં અવયવો વગેરેમાં લક્ષણોપેતતા તો ન હોય, પરંતુ ઊલટી વિલક્ષણતા હોય, એ રીતે અવ્યવસ્થિત સમજવું. આવા સંસ્થાનનું પ્રેરક કર્મ તે હુંડકસંસ્થાનનામકર્મ.
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy