SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીગૌસ્તુભ [ એથી મનમાં દઢ સંકલ્પ રાખો. હાથ ખંખેરતીવેલા હાથમાં રહેલી સૂક્ષ્મ મલિન વસ્તુ કોઈના શરીર પર કે વસ્ત્રઉપર ન પડે તેની કાળજી રાખવી. આમાં વિસર્જનમાર્જન કરવાની અગત્ય નથી. રોગીને સારી રીતે ઊંધ આવેલી જણાય એટલે તેને ત્યાંજ તેની ઉધમાં કે વિક્ષેપ ન કરે એવી વ્યવસ્થા કરીને પડ્યો રહેવા દે. થોડા સમય પછી તે પોતાની મેળે જાગ્રત થશે. પ્રયોગને અંતે તંદ્રાપકે પોતાના હાથ ટાઢા કિવા ના જલથી ધેવાને ચૂકવું નહિ. જડ પદાર્થો જેવા કે ભોજપત્ર, કાગળ, રેશમ, ઊન, વિભૂતિ, જલ ને સૂતરાઉ વસ્ત્ર આદિમાં પ્રાણાધાન કરી તે રોગીને વાપરવા આપ્યાથી પણ તે સારો લાભ કરે છે. નાનાં પ્રાણીઓ પર પણ પ્રાણાધાન કરી શકાય છે, એટલે કે તેમની સાથે દષ્ટિ મેળવી રાખવાથી તે સ્તબ્ધાવસ્થા સુધી પહોંચી જાય છે, અને તેમાંના કેટલાંક તે અનુવૃત્તિ સુધી પણ આવી શકે છે. રેગનિવારણ તથા ચમત્કારઉપરાંત આ વિદ્યા ગાભ્યાસની દિશા પણ બતાવે છે. કેઈ મનુષ્ય બીજાના પ્રાણઉપર પ્રોગ નહિ કરતાં કોઈ સમર્થ ગુરુદ્વારા આ પ્રયોગનું રહસ્ય સમજી પિતાના પ્રાણુપર જે દઢ સંકલ્પદ્વારા આ પ્રયોગ ચાલુ રાખે તે તે શનૈઃ શને સમાધિસુધી પહોંચી આત્મસાક્ષાત્કારદ્વારા કૃતકૃત્ય થઈ જાય. પ્રેતાવાહન –આજકાલ અમેરિકામાં તથા યુરોપમાં કેટલાક લોકે સ્પિરિટ્યુઆલિઝમને (પ્રેતાવાહનવિદ્યાને) સત્ય માનનારા તથા તેના પ્રયોગમાં ભાગ લેનારા છે એમ વર્તમાનપત્રાદિથી જણાય છે. પદાર્થવિજ્ઞાનશાસ્ત્રના કેટલાક વિદ્વાને પણ આ વિદ્યાના ભક્ત સંભળાય છે. આપણા દેશમાં કાળી ને વાઘરી આદિ ઊતરતી જાતિઓમાં જે ભુવા થવાનો તથા તે દ્વારા વ્યવહારની કેટલીક અગત્યની વાત જાણવાને પ્રગ ચાલે છે તેને જ મળતે આ પ્રયોગ છે. આશરે આઠ કે દસ માણસનું ટાળું શાંત સમયે શાંત સ્થળે એકઠું થઈ એકબીજાના હાથ પકડી ગલાકારે બેસે છે, અને તેઓ પિતાના મનમાં એકાદા પ્રેતના આગમન- , માટે દઢ ઈચ્છા કરે છે. થોડીવારે તેમાંના એકાદમાં તે પ્રેતને
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy