SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભા ] ધારણનિરૂપણ - --- - - - - -- -- -- ------ --- - ---- --- --- --- --- - - ----- - જ્યાં સુધી મારામાં પ્રાણ રહેશે ત્યાંસુધી સમુદ્રને શેષણ કરવાનું કામ કરીશ.” ટીટાડાની પિતાના કર્તવ્યમાં આવી દઢતા જોઈ તથા પિતાને પતિવ્રતાના ધર્મ વિચારી ટીટોડીએ પણ ટટાડાની પેઠે ચાંચમાં દર્ભને કાકે લઈ તેને સમુદ્રમાં બોળી તેમાં આવેલા જલને બહાર નાંખવાનો યત્ન આરંભે. બંનેને એવો વિલક્ષણ ઉદ્યમ જ્યારે તેમનાં સગાંઓને જોવામાં આવ્યો ત્યારે તેમણે ટટાડાને આ ઉદ્યોગથી નિવૃત્ત થવા ઘણો ઘણો સમજાવ્યો, પણ ટીંટોડાએ તેમના કથનને લેશ પણ સ્વીકાર કર્યો નહિ, ને પિતે પિતાના પ્રયત્નમાં ઉત્સાહપૂર્વક મંડ્યો રહ્યો. તે સગાંઓને ટીંટોડાની આવી અવસ્થા જોઈ તેના ઉપર દયા આવી ને તેઓ પણ ટટડાને સહાય કરવાના નિશ્ચયપર આવી ટીટેડાની પેઠે જ સમુદ્રશેષણમાટે પ્રયત્ન કરવા લાગ્યાં. આવી રીતે પૃથ્વી પરનાં બીજાં પંખીઓએ પણ આરંભમાં ટીંટોડાને તેના ઉદ્યોગથી નિવૃત્ત થવા શીખામણ આપી, અને જ્યારે તેણે તેને ન માની ત્યારે તેઓ પણ નિરુપાય થઈ તેના ઉપર દયા આવવાથી ટટાડાની પેઠે સમુશોષણના કાર્યમાં પ્રવૃત્ત થયાં. આવી રીતે અનેક પક્ષીઓ સમુદ્ર ઉલેચવાને પ્રયત્ન કરવા લાગ્યાં. આમ કરતાં કરતાં જ્યારે કેટલાક સમય વ્યતીત થયે ત્યારે દૈવયોગથી ફરતા ફરતા શ્રીનારદમુનિ ત્યાં પધાર્યા. તેમણે તે પક્ષીઓને અત્યંત દુઃખી જેઈને ટીંટાડાને આ અસાધ્ય જેવા કાર્યથી ઉપરામ થવા માટે ઘણે પ્રકારે સમજાવ્યો, પરંતુ તે ટીટોડો પિતાના નિશ્ચયથી લેશ પણ ચલાયમાન થયો નહિ. આવી રીતને તેને દઢ નિશ્ચય જોઈને શ્રીનારદજીએ વૈકુંઠમાં જઈને શ્રીગડછપ્રતિ કહ્યું કે- “ હે સર્વ પક્ષીઓના રાજા આ સમયમાં પૃથ્વીઉપર તમારાં સજાતીય પક્ષીઓની સમુદ્ર અવજ્ઞા કરી છે તે તમારીજ અવતા કરી ગણાય માટે તમારે ત્યાં જઈને તે પક્ષીઓને સાહાય થવું ઉચિત છે,” આવાં શ્રીનારદજીનાં વચને સાંભળીને શ્રીગડજી જયતિ કોપાયમાન થઈને શીઘજ સમુદ્રના તીરપર આવ્યા, તે
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy