SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભા ] પ્રાણાયામનિરૂપણ ૧૭ હાવિદ્યાના પ્રથમ પ્રવર્તક શ્રી આદિનાથ છે. કલિયુગના સમયમાં મત્સ્યદ્ર, ગેરક્ષ, જાલંધર, ભર્તુહરિ, ગોપીચંદ, શાબર, આનંદભૈરવ, ચૌરંગી મીનનાથ, વિરૂપાક્ષ, બિલેશય, મંથાન, મરવ, સિદ્ધિ, બુદ્ધ, કંથડ, કોટક, સુરાનંદ, સિદ્ધપાદ, ચર્પટી, કાનેરી, પૂજ્યપાદ, નિયનાર, નિરંજન, કપાલી, બિંદુનાથ, કાચંડીશ્વર, અલામ, પ્રભુદેવ, ઘોડા, ચીલી, ટિટિણી, ભાનુકી, નારદેવ તથા ખંડકાપાલિકાદિ મહ સિદ્ધ પુરુષોએ એ અદ્દભુત વિઘાને સાધન, લક્ષણ, ભેદ તથા ફ સહિત અનુભવ કર્યો છે. હઠગ સર્વે વેગના આધારરૂપ ગણાય છે, તે ત્રિવિધ તાપથી પીડાયેલા લોકોને એ અતિશીતલતાવાળું અશ્રયસ્થાન છે. હાવિદ્યા ગુપ્ત રીતે સિદ્ધ કરવાની છે. ગુપ્ત રાખેલી એ વિદ્યા બલવાન અને ફલદાતા થાય છે, અને અધિકારીઓ પાસે જ્યાં ત્યાં પ્રકાશ કરેલી એ વિદા બલહીન અને ફલવિનાની નીવડે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, અતિશુદ્ર ને સ્ત્રીને પણ આ વિદ્યા પાવન કરે છે અને શાંતચિત્તવાળા, નિરિ૭, નિષ્પાપી, વિધિયુક્ત નિષ્કામ કર્મ કરનારા, કામસંકલ્પરહિત, યમનિયમ પાળનારા, સર્વસંગવિવર્જિત, વિદ્વાન, જિતક્રોધ, સત્યધર્મપરા રણ, ગુરુસેવામાં પ્રીતિવાળા, સુશિક્ષિત ને જોવા તથા સાંભળવાના વેષથી જેમનું મન વિરક્તભાવને પામેલું છે એવા અધિકારીઓને તે મેક્ષરૂપ ફલ આપે છે. જે ગી આ સનજિત થયે હય, જેણે ઈદ્રિ જિતી લીધી હેય, અને જે પથ્ય હિતકારી તથા પ્રમાણયુક્ત ભજન કરનાર હોય તેણે શ્રીગુરુએ ઉપદેશ કર્યા પ્રમાણે પ્રાણાયામની ક્રિયા કરવી. શ્વાસોશ્વાસની પતિને અવરોધ કરી પ્રાણને રોકવો તે પ્રાણાયામ કહેવાય છે. પ્રાણાયામ બે પ્રકારના છે, સગર્ભ ને અગર્ભ. પ્રણવના મંત્રસહિત પ્રાણાયામ કરવા તે સગર્ભ, ને મંત્રવિના પ્રાણાયામ કરવા તે અગર્ભ. વળી રેરક પ્રાણાયામ, પરપ્રાણાયામ ને કુંભક પ્રાણાયામ એમ પ્રાણાયામના ત્રણ પ્રકાર પણ ગણવામાં આવે છે. શરીરમાંના
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy