SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ શ્રીગૌસ્તુભ [ દશથી ઢીંચણ ] પગને છાતીભણી પાછા વાળી લાવવાં, ને પછી બંને હાથથી તેને સારી રીતે પકડીને શયન કરવું છે. પણ પવનમુક્તાસન કહેવાય છે. . ૬ ધીરાસન બંને પગ ગોઠણથી વાળીને તેના ફણા ગુદાની નીચે આડા રાખીને બેસવું તે ધીરાસન કહેવાય છે. દક્ષિણપદધીરાસન તથા વામપાદધીરાસન એ ધીરાસનના અવાંતરભેદ છે. જમણે પગ ગુદાની નીચે રાખી ડાબો પગ ઢીંચણથી વાળી તેની પાની ઢગરાને અડાડીને બેસવું તે દક્ષિણપાદધીરાસન છે, ને તેનાથી ઊલટી રીતે બેસવું તે વામપાદધીરાસન છે. ૭ વામશ્વાસગમનાસન જમણા પગનું ઢીંચણ જમણા હાથની કાખલીમાં રાખી તેભણી ભાર દઈ ડાબો પગ ઢીંચણથી વાળી તેની એડી ડાબા ઢગરાને અડાડી ગુદા અધર રાખી બેસવું તે વામશ્વાસગમનાસન કહેવાય છે. આ આસને બેસવાથી ડાબી નાસિકામાંથી શ્વાસોચ્છાસનું આવવુંજવું થવા લાગે છે. ડાબા પગને ઢીંચણ ડાબા હાથની કાખલીમાં રાખી ઉપર કહેલ છે તેથી ઊલટી રીતે ડાબીભણુ ભાર દઈને બેસવું તે દક્ષિણશ્વાસગમનાસન કહેવાય છે. આ આસને બેસવાથી જમણી નાસિકામાંથી શ્વાસપ્રશ્વાસનું જવુંઆવવું થવા લાગે છે.
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy