SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભા ] નિયમનિરૂપણ ૧૫૭ શ્રીયાક્યસંહિતામાં જપનું લક્ષણ નીચે પ્રમાણે કહ્યું છે. "गुरुणा चोपदिष्टोऽपि वेदवाद्यविवर्जितः । विधिनों केन मार्गेण मंत्राभ्यासो जपः स्मृतः ॥ १ ॥ अधोत्य वेदं सूत्रं वो पुराणं वेतिहासकं । તેawતતા અસ્થાન વપ: રતઃ + ૨ !” અર્થ-વેદ મંત્રને શ્રીગુસ્બારા ઉપદેશ પામીને તે મંત્રનો વિધિપૂર્વક અભ્યાસ કરે તે જપ કહેવાય છે તથા શ્રીગુદ્ધારા વેદ, બ્રહ્મસૂત્ર, પુરાણ અથવા ઇતિહાસાદિ સરછાસ્ત્રોનું અધ્યયન કરીને જે અભ્યાસ કરે તે પણ જપ કહેવાય છે. જપના મુખ્ય બે પ્રકાર છે, વાચિક તથા માનસ. વળી તે બંનેના પણ બે ભેદ છે, તેમાં ઉચ્ચઃ ને ઉપાંશુ એ બે ભેદ વાચિકના અને ધ્યાનરહિત ને ધ્યાન સહિત એ બે ભેદ માનસજપના છે. અન્ય મનુ ને સાંભળવામાં આવે એવી રીતે સ્પષ્ટ ઉચ્ચારપૂર્વક જે જપ કરવો તે ઉચ્ચઃ વાચિકજપ, અન્ય મનુષ્યને સાંભળવામાં ન આવે એવી રીતે શનૈઃ શનૈઃ જપ કરવો તે ઉપાંશુ વાચિજપ જિહ્વા તથા ૪ આદિ અવય ન હલે એવી રીતે કેવલ મનવિષેજ જે જપ કરે તે દયાનરહિત માનસજ૫, ને મંત્રના અધિદેવમાં કિવા માના વર્ષોમાં ચિત્તને એકાગ્ર કરી જે જપ કરો તે ધ્યાનસહિત માનસજપ કહેવાય છે, એ ચારે જપમાં ધ્યાનસહિત માનસજ ઉત્તમ ગણાય છે. શ્રીયા વષસંહિતામાં એવિષે નીચે પ્રમાણે કર્યું છે – " उच्च पादुपांशुस्तु सहस्रगुण उच्यते । मानसश्च तथोपांशोः सहस्त्रगुण उच्यते ॥ मानसाच्च तथा ध्यानं सहस्रगुणमुच्यते ॥" અર્થ –૯,સૈજપથી ઉપાંશુ જપ સહસ્ત્રગુણ ફલનો હેતુ થાય છે, ઉપાંશુજપથી માનસજપ સહગુણ ફલને હેતુ થાય છે, ને માનસજપથી ધ્યાનયુક્ત માનસજપ સહસ્ત્રગુણ ફલનો હેતુ થાય છે.
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy