SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભા ] યમનિરૂપણ ૧૪. સ્થી ક્રોધી પુરુષને યજ્ઞતપાદિરૂપ સર્વ પરિશ્રમ વ્યર્થ જ થાય છે. જે અપકાર કરનાર પર ક્રોધ કરે છેગ્ય ગણતા હોય તે તે ફોધ ક્રોધ પરજ કરે જોઈએ. ત્યાં કહ્યું છે કે – "अपकारिणि कोपश्चेत् कोपे कोपः कथं न ते । धर्मार्थकाममोक्षाणां प्रसह्य परिपंथिनि ॥ અર્થ:–જે અપકાર કરનાર પુરુષપર તું ક્રોધ કરવો યોગ્ય ગણે છે, તે ધર્મ, અર્થ, કામ ને મેક્ષમાં મહાન પ્રતિબંધકરૂપ જે તારો બેટો અપકારી ક્રોધ છે તેના પર તારે ક્રોધ શામાટે થતું નથી ? જે ક્રોધ ફલવાન થયો છતો ધર્મ અને યશને નાશ કરે છે, ને નિષ્ફલ થયે છતે સ્વશરીરને દાહ ઉપજાવે છે, તથા જે આ લોક પરલોકમાં હિતકર થતું નથી એવા ક્રોધને પિતાના મનમાં આશ્રય આપવો એ મોક્ષસાધકને ઉચિત નથી. અનેક પ્રકારના વિઘો પ્રાપ્ત થયા છતાં પણ પિતાના પરમાર્થનાં સાધનોના અભ્યાસનો પરિત્યાગ ન કરે તે ધૃતિ કહેવાય છે. જ્ઞાનિપુરુષો કટમાં મુંઝાઈને ધીરજનો પરિત્યાગ કરતા નથી, ઊલટા તેઓ સંકટમાંજ સુખ માને છે. અહીંના વિષયજન્ય તાત્કાલિક સુખમાં રાજી થવું એ જડ મનુષ્યનું કામ છે, સુઝ મનુષ્યનું તે કામ નથી. વિકારોની સાથે યુદ્ધ કરવામાં નિરંતર સાવધાન રહેવું, ને તેના છલબલથી મુંઝાઈને વિકારમાં નિમગ્ન ન થવું. મનજોડે યુદ્ધ કરવાથી હાર અને જિત એ બંનેમાં લાભ છે. જે આ ધર્મયુદ્ધમાં નિરંતર સાવધાન રહે છે તેજ શ્રી ઈશ્વરને પ્રિય થઈ મહતપણને પામે છે. પ્રારબ્ધવશાત ગમે તેટલાં આધિભૌતિક, આધિદૈવિક અને
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy