SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભા ] ચમનિરૂપણુ ૧૩૧ છે. નિરંતર ક્ષમા રાખવાથીજ મેાક્ષસાધકને સત્ય સુખના અનુભવ થાય છે. પરમાત્માના અનન્યભક્તો બધા પ્રાણીઓના હૃદયમાં પરમાત્મા અંતર્યામિરૂપે રહ્યા છે એમ જાણી કદીપણુ ક્ષમાને ત્યાગ કરી ક્રોધને વંશ થતા નથી. અજ્ઞાની મનુયાના ઉપહાસ, તેમનાં દુષ્ટ વચનેને તેમણે દીધેલું શરીરસંબંધી:ખ નાની સ્મરણુમાં લાવતા નથી, તથા તેમના ઉપર ક્રોધ ણુ કરતા નથી. .. શ્રીયાજ્ઞવલ્કચહિતામાં ક્ષમાનું સ્વરૂપ નીચે પ્રમાણે કહ્યું છે:प्रियाप्रियेषु सर्वेषु समत्वं यच्छरीरिणाम् । क्षमा सैवेति विद्वद्भिर्गदिता वेदवादिभिः ॥ અર્થ:—પ્રિય તથા અપ્રિય આચરણ કરનાર! સર્વે પુરુષામાં જે રાગદ્વેષથી રહિતપડ્યું છે તેને વેદવાદી મુનિએ ક્ષમા કહે છે. સહનશીલતાનું માહાત્મ્ય શ્રીમાક્ષધર્મમાં નીચે પ્રમાણે જણાવ્યું '' છે:" परश्चेदेनमतिवादवाणैर्भृशं विद्धयेच्छम एवेह कार्यः । संयमाणः प्रतिहृष्यते यः स आदत्ते सुकृतं वै परस्य ॥ અર્થ:—જો કા- પુરુષ આ મેાક્ષસાધકને દુર્વચનરૂપ ભાગ઼ાવડે વિંધી નાંખે તાળુ તેણે તે પુરુષપર ક્ષમાજ રાખવી જોઈએ, કેમકે જે પુરુષ અન્ય પુરુષાથી પીડન કરેલા છતાં હર્ષને પામે છે તે પુરુષ પીડા કરનાર મનુષ્યના સર્વે પુણ્યને હરી લે છે. શ્રીમનુસ્મૃતિમાં પણ નીચેના લેાકથી એને મળતુંજ કહ્યું છેઃसुखं द्यवमतः शेते सुखं च प्रतिबुद्धयते । सुखं चरति लोकेऽस्मिन्नवमंता विनश्यति ॥ અર્થ:- :—અપમાન પામેલા પુરુષ સુખથી શયન કરે છે, તથા સુખથી જાગે છે, અને સુખથી આ લાકમાં વિચરે છે, પરંતુ તેનું અપમાન કરનારા પુરુષ પોતાના તે પાપથી વિનાશને પામે છે. ""
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy