SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ [ છઠ્ઠી શ્રીગૌસ્તુભ શ્રી ઈશ્વરની ભક્તિ* કરવાથી પણ તેમની કૃપાવડે યોગીને અસંપ્રજ્ઞાતસમાધિને લાભ થાય છે. કલેશ, કવિપાક અને કર્મશયથી સર્વદા સર્વથા રહિત જે પુરુષવિશેષ કે ઈશ્વર કહેવાય છે. અવિવા, અસ્મિતા, રાગ દ્વેષ ને અભિનિવેશ એ પાંચ કલેશ કહેવાય છે. પાપપુણ્ય કર્મ કહેવાય છે. કરેલ કર્મોનાં ફલ જે દુઃખસુખ તે કર્મવિપાક કહેવાય છે અને કરેલાં કર્મોના જે સંસ્કાર તે કર્મશય કહેવાય છે. એ સર્વે મનની સાથે સંબંધ રાખે છે, પણ તેને જીવનમાં આરોપ થાય છે, કારણકે જીવ પિતાને કર્મના કલને ભક્તા માને છે. જેવી રીતે સંગ્રામમાં હાર તથા જિત યોદ્ધાઓમાં થાય છે, પરંતુ તેનું તેમના રાજામાં આરોપણ કરવામાં આવે છે તેવી રીતે અહીં પણ સમજવું. ઉક્ત ઈશ્વરમાં ધર્મ, વૈરાગ્ય, ભક્તિના મુખ્ય નવ પ્રકાર છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન વંદન, દાસત્વ, સખ્ય અને આત્મનિવેદન, મહાપુરુષોઠારા પરમાત્માના શુભ ગુણો સાંભળવા કિવા મહાપુરુષપાસે સતશાસ્ત્રનું શ્રવણ એકાગ્રચિત્તે કરવું તે શ્રવણભક્તિ કહેવાય છે. સર્વોતર્યામી પરમાત્માના પિતાની જિવાથી ગુણ ગાવા તે કીર્તનભક્તિ કહેવાય છે. ઈશ્વરનું નામચિતન કરવું તે મરણભક્તિ કહેવાય છે શ્રી ઈશ્વરની પ્રતિમાનાં કે શ્રીસદ્દગુરુનાં ચરણારવિદની સેવા કરવી તે પાદસેવનભક્તિ, તેમની ષોડશોપચારથી કે પંચોપચારથી પૂજા કરવી તે અર્ચનભક્તિ, તેઓને પ્રેમપૂર્વક નમન કરવું તે વંદનભક્તિ, તેમની વિશ્વાસુ અને સ્નેહાળ સેવકની પેઠે સેવા કરવી તે દાસત્વભક્તિ, શરીર વાણી અને મનના વિકારથી રહિત થઈ તેઓની સાથે નમ્ર ને પ્રામાણિક મિત્રની રીતે વર્તવું તે સખ્યભક્તિ અને પિતાનું સર્વસ્વ તેમને અર્પણ કરી નરભિમાનપણુવડે તેઓના અનુયાયી થઈ રહેવું તે આત્મનિવેદનભક્તિ કહેવાય છે. એ નવધા ભક્તમની પ્રત્યેક વ્યક્તિના ત્રણ ત્રણ ભેદ સવાદિ ત્રણ ગુણવડે થયેલા છે, અને એ સત્યાવીશ ભક્તિમાંની પ્રત્યેક વ્યક્તિના મૃદુ, મધ્ય ને
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy