SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ દર શ્રીગકૌસ્તુભ [ છઠ્ઠી અને પછી તેની સૂક્ષ્મવૃત્તિઓ આત્મવિચાર તથા આત્મધ્યાનથી દૂર કરવી જોઈએ. એ પાંચ લેશે કર્ભાશયનું મૂલ છે. એ કર્ભાશય દષ્ટ તથા અદષ્ટ જન્મનું કારણ થાય છે. પુણ્યરૂપ, પાપરૂપ અને મિશ્રરૂપ એ કર્ભાશયને ઉપજાવવામાં કામ, ક્રોધ, લોભ અને મોહ પણ હેતુરૂપ થાય છે. મન આદિના તીવ્રવેગથી કરેલાં પુણ્યકર્મો તથા પાપકર્મો શીધ્ર ફલ દેનારાં નીવડે છે. જયાં સુધી ચેખાપર તેનાં ફેતરાં રહે છે ત્યાં સુધી તેમાં અંકુરાદિરૂપે ઉત્પન્ન થવાની શકિત રહે છે, પણ ચખાપરનાં ફેતરાં ઊતારી નાંખવાથી તેમાં તે શક્તિ રહેતી નથી, એવી જ રીતે જ્યાં સુધી કર્માયમાં ફ્લેશ રહે છે ત્યાં સુધી તે શુભાશુભ કર્મોને ઉત્પન્ન કરાવ્યા કરે છે, પરંતુ જે કર્ભાશયમાં કલેશોના સંસ્કારનો અભાવ થઈ ગયો હોય છે તેનાથી શુભાશુભ કર્મો અભિમાનપૂર્વક ઉત્પન્ન કરવાનું કામ સર્વદા અસંભવ વાળું થઈ જાય છે. કર્મને વિપાક ત્રણ પ્રકારને છે, જાતિ, આયુર્ અને સુખદુઃખના અનુભવરૂપ ભગવર્તમાનજન્મની પ્રાપ્તિપછી જે શુભાશુભ કર્મ કરવામાં આવે છે તે તથા પાલ્લાં સંચિત કર્મો એ સર્વ મળીને તેમાંનાં પ્રધાન (બલવાન) કર્મો પ્રારબ્ધકર્મની સમાપ્તિએ થવાના નવા જન્મની સાથે જવને જોડે છે, ત્યાં નક્કી થયેલા સમય સુધી તે જીવે છે, અને રખદુઃખરૂપ ભેગ ભગવે છે. કલેશના અને કર્મવિપાકના અનુભવથી સ્થાયી થઈ રહેલી વાસનાથી મૂછિત થયેલું જીવનું રિત ચિત્રલિખિતની પિઠે સ્તબ્ધ રહે છે તેને પદાર્યાદિનું સ્મરણ કરાવનાર તેમાં રહેલા સંસ્કારે છે. આગળ જે જન્મ દેવાવાળો કર્ભાશય કહ્યો છે તેના બે પ્રકાર છે. એક નિયતવિપાક અને બીજો અનિયતવિપાક. તેમાં અનિયતવિપાક કર્મશયની ત્રણ ગતિ થાય છે. પહેલી ગતિ અપકવકર્ભાશયને જ્ઞાનાદિવડે નાશ થાય છે, બીજી ગતિ પ્રધાનકર્મથી તેને અસંયોગ થાય છે, અને ત્રીજી ગતિ નિયતવિપાકના પ્રધાનકર્મફલથી અવરોધ થઈને ચિરંકાલપર્યત તેનું નિષ્ફળ રહેવું થાય છે. ઉપર કહેલ
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy