SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ 2 પ્રભા ]. ચાર પ્રકારના વેગનું વર્ણન યુક્ત ચિત્ત મૂઢના જે-કૃત્યાજ્યના વિચારરહિત-થઈ જાય તે મૂઢાવસ્થા કહેવાય છે, વિક્ષિપ્તાવસ્થા તે કે જેમાં ચિત્ત કેાઈ સમય ધ્યાનમાં જોડાય છે, પણ પાછું તે સ્વ૫ કાલમાંજ વ્યાકુલ કિવા વ્યગ્ર થઈ જાય છે, એકાગ્રાવસ્થા તે કહેવાય છે કે જેમાં ચિત્ત વિષયાંતરોથી પિતાની વૃત્તિઓને ખેંચી તેઓને કોઈ એક વિહિત વિષય સાથે જોડી દે છે, અને ચિત્તની સર્વ વૃત્તિઓ અંતરના તથા બહારના સર્વ વિષયમાં ચેષ્ટારહિત થઈ જાય તે નિરુદ્ધાવસ્થા કહેવાય છે. પહેલી ચાર અવસ્થામાં સત્વગુણ, રજોગુણ અને તમોગુણને યથાયોગ્ય સંસર્ગ ( સંબંધ) રહે છે, પણ પાંચમી અવસ્થામાં ગુણોના સંસ્કાર માત્ર (સમાવસ્થા) રહે છે. પ્રકૃતિમાંથી ઉપજેલા (બુદ્ધિમાં આવેલા) એ સત્ત્વાદિ ગુણનાં સ્વરૂપ નીચે પ્રમાણે છે – સત્વગુણ નિર્મલપણાથી પ્રકાશક તથા ઉપદ્રવરહિત છે. અભય, નિષ્કપટપણું, જ્ઞાનયોગમાં અને કર્મયોગમાં નિષ્ઠા, દાન, દમ, યજ્ઞાદિ સત્કર્મ, સ્વાધ્યાય, સણુપ્રકારનું–કાયિક વાચિક ને માનસિક-સાત્વિક ત૫, સરલતા, અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, અન્યની આગળ કેઈનું છિદ્ર પ્રકટ ન કરવું, સ્વશક્તિ પ્રમાણે પ્રાણીમાત્ર પર દયા, વિષયમાં લાલચુપણાને અભાવ, સૌમ્યપણું, અકાર્ય કરવામાં લોકલજજા, ઈદ્રિયોની અચલતા, તેજ, (પ્રાગ૯ભ્ય-રૂઆબ,) ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, અદ્રોહ અને મેટાઈને અભાવ એ આદિ સુખ તથા જ્ઞાનને ઉત્પન્ન કરનારી દૈવી (શુભ) વૃત્તિઓ અંત:કરણમાં સત્વગુણની વૃદ્ધિના પ્રભાવથી ઉપજે છે. વળી એ સત્વગુણરૂપ દ્રવ્યની અંત:કરણમાં વૃદ્ધિ થવાથી અમાનીપણું, અદંભીપણું, અહિંસા, સહનશીલતા, આર્જવ, (સરલતા,) શ્રીસદ્દગુરુની સેવા, પવિત્રતા, સન્માર્ગમાં મનનું સ્થિરપણું શરીરાદિને નિયમમાં રાખવાનું બલ, ઈદ્રિયના વિષયમાં વૈરાગ્ય, અહંકારરહિતપણું, જન્મ મૃત્યુ જરા ને વ્યાધિમાં રહેલાં દુઃખે તથા દેને વારંવાર જોવાને સ્વભાવ, પુત્ર સ્ત્રી ને ગૃહાદિમાં મમતાને અભાવ, પુત્રાદિમાં હુંપણની બુદ્ધિને અભાવ, પ્રિય ને અપ્રિયની પ્રાપ્તિમાં નિત્ય સમચિત્તપણું,
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy