SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન અકલ્પનીય છે કે પુદ્ગલ પદાર્થની ઉત્પત્તિ અકલ્પનીય છે અને તે કારણનું નામ અભાવ (શૂન્યતા-Nothing) મનનો વિષય બની ન શકે.” ઉપરોકત આધુનિક ભૌતિકવૈજ્ઞાનિકોનાં ટાંચણો જોતાં શ્રી તીર્થંકરભગવાને બતાવેલી ઉત્પત્તિ નાશ અને સ્થિતિની ત્રિપદી કેટલી આબેહૂબ બંધ બેસતી છે? માત્ર ભૌતિક જગત તેઓનું કાર્યક્ષેત્ર છે અને તેમાં તેઓ તેને વ્યાપક રીતે ઘટાવે છે, જયારે વાસ્તવમાં તે છએ દ્રવ્યો - (વસ્તુ માત્ર)માં અવશ્ય ઘટે છે. તેને સંપૂર્ણ શ્રુતજ્ઞાનનુ બીજ કહ્યું છે. વસ્તુ તત્ત્વનું સૂમ, વાસ્તવિક અને સર્વાગીણ નિરૂપણ જૈનતત્ત્વજ્ઞાનમાં શ્રી તીર્થંકર પરમાત્માઓએ ફકત બુદ્ધિના બળે કે કોઈ પ્રયોગો દ્વારા સિદ્ધ ન હોતું કર્યું. તેમનો ઉદ્દેશ્ય માત્ર જગતના રહસ્યોને કૂતુહલ વૃત્તિથી જાણવાનો ન હતો. આધ્યાત્મિક ગુણોની સાધનાધારા પૌદ્ગલિક સુખોમાંથી મનને હઠાવી આત્મભાવમાં સ્થિર થઈ, શાશ્વતસુખને પામવાનો તેમનો ઉદ્દેશ્ય હતો. તેની સિદ્ધિમાં અવશ્યપણે પ્રાપ્ત થતી કેવલજ્ઞાન (પૂર્ણજ્ઞાન)ની સિદ્ધિ હતી. પ્રયોગો દ્વારા થનારું જ્ઞાન ઉપકરણોની મર્યાદા સુધીનું રહેવાનું. અતીન્દ્રિય (દા.ત. પરમાણું, કર્મ પુદ્ગલોના ખંઘો, સૂક્ષ્મ પરિણામ સ્કંધો વિગેરે) પદાર્થો અને અરૂપી (ધર્મ, અધર્મ, આકાશ, આત્મા) પદાર્થો ઉપકરણથી કયારેય પકડી જાણી ન શકાય. ઉપકરણોથી વૈજ્ઞાનિક પ્રયોગોદ્વારા જે સિદ્ધ થાય તે કંઈક અંશે સત્ય, અને કંઈક અંશે પદાર્થના વાસ્તવિક સ્વરૂપની નજીકનું સત્ય હોય છે. પ્રસ્તુતમાં mass અને energy ના વિષયમાં વિજ્ઞાનની માન્યતા ત્રિપદીના સત્યની નજીક છે, ત્રિપદી હજુ ગહન વિષય ધરાવે છે. જે જૈનતત્ત્વજ્ઞાનની પરિપૂર્ણતાની શ્રદ્ધા ઉપજાવી આધ્યાત્મિક સાધના માટે પ્રોત્સાહિત કરે છે. O
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy