SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ચાલતા) જીવો હોય છે. દેવ, નારક, તિર્યંચ (પશુ), અને મનુષ્યોના જીવો આ એકરાજના પ્રમાણવાળી પહોળી ત્રસનાડીમાં જ આવેલા છે. તેની બહાર માત્ર સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો હોય છે. મધ્યલોકની પણ મધ્યમાં વચ્ચે થાળી જેવો ગોળ જંબુદ્વીપ છે. તેની પણ મધ્યમાં મેરૂપર્વત છે. ચિત્રમાં જોકે સ્કેલમાપ મુજબ બતાવવું શક્ય નથી. કારણકે ૧ લાખ યોજનનો ઉંચો મેરૂપર્વત છે, સિદ્ધશિલા અને સિદ્ધના જીવો, વિશ્વની ટોચે ૪૫લાખ યોજનાના વિસ્તારમાં છે, જે ૧૪ રાજલોકના અસંખ્ય યોજનના માપ આગળ બિંદુમાત્ર છે. પરંતુ સમજવા માટે મોટા બતાવ્યા છે. જંબૂદ્વીપને વીંટળાઈને વલય (બંગડી) આકારના અસંખ્ય દ્વીપસમુદ્રો ૧ રાજની પહોળાઈ સુધીમાં આવેલા છે. - આધુનિક વિજ્ઞાન અને આકાશ : હવે આધુનિક વિજ્ઞાનના વિદ્વાનો આકાશના વિષયમાં શું કહે છે તે જોઈએ. એકસપ્લોરીંગ ધ યુનિવર્સમાં એચ વોર્ડ કહે છે “ગણિત શાસ્ત્રીઓ ઘણી અજાયબ રીતે અનુમાન કરે છે કે-પુદ્ગલનો કુલ જથ્થો વિદ્યામાન છે, તે પરિમિત છે. અને વિશ્વનો કુલ વિસ્તાર પરિછિન્ન છે. તેઓ એવું માનતા નથી કે એવી કોઈ હદ હોય જેની પેલે પાર આકાશ ન હોય, પરંતુ આકાશની સમગ્રતા એવી રીતે વક્ર થયેલી છે, કે જેમ પ્રકાશનું કોઈ કિરણ સીધી લીટીમાં ગયા પછી, તેના આદિ બિંદુમાં પાછું આવે. તેઓ એ પ્રકાશના વર્તુલકોણના ગોળચક્કર માટે જે સમય જોઈએ તેનું પ્રારંભિક અનુમાન કર્યું છે. તે ૧૦ પરાર્ધ (૧૦) વર્ષથી ઓછું નથી. આવું આકાશ અનંતની સાથે તુલના કરતા સુસ્થિત દિગ્વિભાગો છે. ગણિતજ્ઞ તેને તેમાં પુરતી રીતે સંકુચિત થયેલું માને છે.” (જુઓ પૃ. ૩૮) પ્રસિદ્ધ સાપેક્ષવાદી ડૉ. એડિગ્ટન લખે છે. મને લાગે છે કે દરેક માણસે આકાશનો અંત છે? એ પ્રશ્ન સાથે તેની કલ્પનાને કોઈ વખત તસ્દી આપી હશે. અને જો આકાશનો અંત આવે છે, તો તેની પેલે પાર શું છે? બીજી તરફ એ માન્યતા છે કે તેનો
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy