SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) સૂત્ર - ૧ :- ચાર અજીવકાય. નોબેલવિજેતા રીચાર્ડ ફેનમેન કહે છે. "I believe that the theory that space is continious is wrong"( માનું છું કે આકાશ સળંગ છે એ સિદ્ધાંત ખોટો છે) આ પણ અસ્તિકાયની વ્યાખ્યાને અનુસરતું છે. પુદ્ગલ અખંડ (સળંગ) નથી પણ અણુમય છે તે સત્યની પ્રથમ વ્યાખ્યા ભારતીય ઋષિ કન્નાડે (H. T. Colebroke એસીયાટીક રિસર્ચ એફ કલકત્તા ૫-૧-૧૭૯૯)—આપી હતી. ગ્રીક તત્ત્વજ્ઞાનીઓમાંથી અબોદર અને ડેમોક્રીટસ પ્રથમ હતા જેમણે એવો અભિપ્રાય આગળ કર્યો કે - વિશ્વ એ, શૂન્ય એવા અવકાશવાળું છે, અને તે દૃશ્ય અદૃશ્ય અવિભાજ્ય અનંતઅણુઓ ધરાવે છે. એ ખ્યાલમાં રાખવું કે ડમોન્ક્રીટસ ઈ.સ. પૂર્વે ૪૨૦માં થયા, જ્યારે અણુસંબંધી વિશ્વની અદ્ભૂત વાસ્તવિક્તા, તેના ૧૦૦ વર્ષ પૂર્વે ભગવાનમહાવીરે પ્રકાશિત કરી હતી.‘અસ્તિકાય’ અને ‘પ્રદેશ’ના વર્ણનને જોયું. હવે પ્રથમ દ્રવ્ય ધર્માસ્તિકાય જોઈએ. ૨૩ ધર્માસ્તિકાય : ચના સહાવો ધમ્મો (શ્રીનવતત્ત્વ પ્રકરણ ગાથા - ૯) અર્થ :- ચલન સ્વભાવવાળો ધર્મ છે. કોઈપણ પદાર્થને સ્હેજ પણ ગતિ કરવી હોય કે લાંબા સમય સુધી સતત ગતિમાં રહેવું હોય, તેને સહાય કરનાર એક સ્વતંત્ર દ્રવ્ય છે તેને ધર્માસ્તિકાય કહે છે. गतिमतां गतेः स्थितिमताञ्च स्थितेरुपग्रहो धर्माधमयोरुपकारो યથાસંમ્ (શ્રી તત્ત્વાર્થ સ્વોપન્ન ભાષ્ય સૂ. ૫-૧૭) અર્થ :- જે દ્રવ્યો સ્વતઃ ગતિ કરી રહ્યાં છે, કે સ્વતઃ જ સ્થિતિમાં (સ્થિર) હોય તેઓને સહાય કરનાર ધર્મ અને અધર્મ છે. જેવી રીતે તળાવમાં રહેલી માછલી સ્વયં જલમાં ગતિ કરે છે, તેને જલ સહાયક બને છે. પરંતુ બળથી ગતિ માટે પ્રેરક બનતું નથી. તેમ
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy