SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) સૂત્ર - ૧ :- ચાર અજીવકાય. (૫) સૂત્ર - ૧ :- ચાર અજીવકાય. ૧લું અને ૨જું દ્રવ્ય, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય → ‘અજીવકાય’ અને ‘પ્રદેશ’ની વ્યાખ્યા → ‘અસ્તિકાય’ની વ્યાખ્યા ૨૧ પાંચ અજીવ પદાર્થો : પૂર્વેના લેખોમાં શ્રી તીર્થંકરભગવાન, ત્રિપદી, શ્રી ગણધર ભગવાન, જૈન આગમશાસ્ત્રો અને જૈનધર્મ વિશે થોડી વિગત જોઈ. હવે આપણે શ્રી ઉમાસ્વાતિજી મહારાજ વિચરિત શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય - ૫ અને તેના પરના પૂર્વમહર્ષિઓના અનેક સંસ્કૃત વિવેચનો અને વર્તમાન સાહિત્યના આધારે આધુનિક વિજ્ઞાન સાથેના તુલનાત્મક વિવેચનનો પ્રારંભ કરીએ. આ છે તેનું પહેલું સૂત્ર, अजीवकाया धर्माधर्माकाशपुद्गलाः ॥१ ॥ અર્થ :- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય પુદ્ગલાસ્તિકાય એ ચાર અજીવકાય છે. વિશ્વમાં અસ્તિત્વ ધરાવતા ૬ મૂળભૂત પદાર્થો, મુખ્ય બે વિભાગમાં વહેંચી શકાય. સજીવપદાર્થ અને અજીવપદાર્થ. અથવા ચેતનદ્રવ્ય અને જડદ્રવ્ય. અજીવ પદાર્થના ઉપર બતાવેલા ચાર પ્રકાર છે. ઉપરોક્ત ચાર સિવાય કાળપદાર્થને પણ સ્વીકારેલો છે. આ મુજબ અજીવના કુલ પાંચ ભેદ બતાવ્યા છે. અનીવાઃ મ્યુર્ધર્માધવિહાયઃ વ્હાલપુન્નતા: (યોગશાસ્ત્ર ૧-૪૧) અર્થ :- ધર્મ, અધર્મ, આકાશ, કાલ અને પુદ્ગલ એ પાંચ અજીવ
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy