SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) ભૂમિકા - ત્રિપદી ૧૩ આનાજેવી અતિશયોકિત જેવી લાગે તેવી ચીજો તે અતિશય છે. આવા ૩૪ અતિશયોથી સંપન્ન શ્રીઅરિહંત પરમાત્મા હોવાથી પરમેશ્વર કહેવાય છે. પરમેશ્વરપણાની જગતના જીવોની સઘળી કલ્પનાઓ, તેમનામાં સાકાર થયેલી હોય તેવું તેઓને જણાય છે. ત્રિપદી અને શાસ્ત્રોની રચના : સમવસરણમાં બિરાજમાન થઈ શ્રી તીર્થકર ભગવાન પ્રથમ દેશના આપે ત્યારે, તેમના પ્રથમ શિષ્ય થવાના સૌભાગ્યવાળા ગણધરના જીવો પ્રતિબોધ પામી દીક્ષા ગ્રહણ કરે છે. ભગવાન તેમને ત્રિપદી પ્રદાન કરી ક્ષણભરમાં શ્રુતકેવલી (પૂર્ણ શાસ્ત્રજ્ઞાની) બનાવે છે. ભગવાન પાસેથી ત્રિપદી ગ્રહણ કરી ગણધરભગવાન સંપૂર્ણ દ્વાદશાંગીરૂપ આગમ શાસ્ત્રોની રચના કરે છે. તેઓ સંપૂર્ણશાસ્ત્રોના રચયિતા અને જ્ઞાતા બને છે. આ એક અતિવિશિષ્ટ ઘટના કહેવાય છે. શાસ્ત્રોની નવરચના થાય એટલે ધર્મતીર્થની સ્થાપના થાય છે. આ રીતે તીર્થની સ્થાપના કરનાર હોવાથી ભગવાન, તીર્થકર કહેવાય છે. આ આગમશાસ્ત્રોમાં ધર્મના ઉપદેશો ઉપરાંત રહસ્યભૂત એવા પદાર્થોના અનેક ગુણધર્મોનું નિરૂપણ હોય છે. મોક્ષમાર્ગનું પ્રતિપાદન કરવાની સાથે જડ તથા ચેતનપદાર્થના સર્વે ગુણધર્મો ભગવાને પ્રતિપાદન કર્યા છે. તે સઘળું આગમશાસ્ત્રગ્રંથોમાં ગૂંથી લેવામાં આવ્યું. વર્તમાનમાં તેમાંની ઘણી વાતો લુપ્ત થઈ, તેમ છતાં પ્રાપ્ત આગમગ્રંથો, અને તે પછી થયેલા જ્ઞાનીઓએ આગમના આધારે રચેલા (પ્રવેશક) વિવિધ પ્રકરણ ગ્રંથોમાં ઘણી વાતો પ્રતિપાદન કરેલી છે, જે આજે પણ આપણને પ્રાપ્ત થાય છે, અને આશ્ચર્ય ઉપજાવે તેવી છે. જેટલા તીર્થંકરભગવાન થાય છે, તે સઘળાના જીવનચરિત્રમાં પાંચ કલ્યાણક નિશ્ચિત ઘટના છે. તેવી રીતે અન્ય પણ નિશ્ચિત ઘટનાઓ હોય છે. ત્રિપદી પ્રાપ્ત કરી શાસ્ત્રરચનાની ઘટના પણ નિશ્ચિત હોય
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy