SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) ભૂમિકા - ધર્મની સ્થાપના જેમ આવિષ્કૃત થાય છે તેમ તેમ, તેનાથી કેટલાય સિદ્ધાંતો અનાવિષ્કૃત છે, તેનું જ્ઞાન થાય છે. માટે જ કહેવામાં આવ્યું કે, As we are begining to appreciate better and more throughly, we have come to know, how great is the range of our ignorance (44 જેમ વધુ સારી રીતે અને પૂર્ણ સ્વરૂપે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, તેમ તેમ અમને જાણવા મળે છે કે અમારી અજ્ઞાનતાનું ક્ષેત્ર કેટલું મહાન છે) આજે જે સત્ય લાગે છે, તે ક્યારે અસત્ય પુરવાર થશે તે કહી શકાતું નથી. બાહ્ય સાધનની મર્યાદા હોય છે, તેનાદ્વારા વસ્તુના પૂર્ણસ્વરૂપને જાણી શકાતું નથી, તેના છે આંતર સાધનાની ! માટે જરૂર ૧૧ સૂરિ રામની એવી વાણી-તીર્થંકર વચનની સરવાણી : કર્મને કાઢવા ધર્મ :- હું આત્મા છું, આઠ કર્મોથી બંધાયેલો છું. એ કર્મો જે દુઃખ આપે છે એ મને ફાવતા નથી. એ કર્મો જે મને સુખ આપે છે, એ ગમી જાય છે. એ જે પાપ-કાર્યો કરાવે છે, એ કર્યે જાઉં છું. આ વાત સમજાઈ જાય, પછી જ આત્માનું કલ્યાણ થાય. તમારા સુખ આપનારાં કર્મ તમને સીધી રીતે સુખ આપતા નથી. પણ તમારી પાસે ઘણું આળું અવળું કરાવીને સુખનો ટૂકડો જ આપે છે. તમારી આંખ, આ કર્મ ઉપર લાલ કરાવવી છે. તમે એમ બોલો કે–સુખ મેળવવા નહી, દુઃખ કાઢવા માટે ય નહિ, પણ કર્મને કાઢવા માટે જ ધર્મ કરીએ છીએ. -- મરેલો છતાં જીવતો અને જીવતો છતાં મરેલો ઃ- મરવાનું તો સહુને છે, પણ જે સારી રીતે હસતો હસતો મરે, એ મરે તો ય જીવતો જ ગણાય છે અને જે રોતાં રોતાં જીવે એ જીવતો હોવા છતાં મર્યા જેવો જ ગણાય છે. જેની આંખ સામે મૃત્યુ હંમેશા તરવરતું હોય, એ જ સારી રીતે જીવન જીવી શકે અને સારી રીતે જીવ્યો કહેવાય. એ જ મોજથી મરી શકે.
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy