SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ उ४४ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન તે તે કાર્ય સિદ્ધિ માટે જરૂરી હોવાથી, તે રીતે તે પણ સાચો જ છે. ઉપચાર વિનાનો દૃષ્ટિકોણ સાચો, અને બીજા ખોટા તેવું સમજવાનું નથી.) ઉપચાર વિના મૂળભૂત રીતે ઘર-ઈંટ-માટીનું કહ્યું, તેવી રીતે કાળ શેનો બનેલો છે ? તે વિચારણા કરવા જઈએ તો બીજા દ્રવ્યોની જેમ તે અંગે કોઈ સમાધાન આપી શકાતું નથી. કહેવાનો ભાવ એ છે કે, જેમ ઘર એ ઈટ માટીનું છે, તે બુદ્ધિગમ્ય બને છે, તેવી રીતે કાળ વિના બીજા ૫ દ્રવ્યોમાટેની વિચારણા બુદ્ધિગમ્ય બને છે. (જેમ કે જીવદ્રવ્ય અરૂપી, ચેતન એવા અસંખ્ય પ્રદેશો (સૂક્ષ્મ વિભાગો)થી બનેલો છે. તે રીતે ધર્મ, અધર્મ, આકાશ, આ-૩ દ્રવ્યો અચેતન અને અરૂપી અસંખ્ય પ્રદેશના બનેલા છે. પુદ્ગલ એ રૂપી, અને અચેતન એવા અનંત પ્રદેશોનો છે.) પરંતુ કાળનું બંધારણ એટલે કે તેની રચના શેમાંથી થઈ છે ? (કાળ કોનો? કાળ શાનો બનેલો છે?) તે બુદ્ધિગમ્ય બની શકતું નથી, તેથી તે વિલક્ષણ દ્રવ્ય છે. > દરેક કાર્યની સિદ્ધિમાં કાળ, એક કારણ ઘટક છે : જૈન તત્વજ્ઞાનમાં કાળને, દરેક કાર્યસિદ્ધિ માટેના ઘટકભૂત પાંચ સમવાય કારણમાંનું એક મહત્ત્વનું કારણઘટક માન્યું છે. જગતમાં દરેક કાર્ય યોગ્યકાળે જ થાય છે. સ્ત્રી કાલે જ ગર્ભ ધારણ કરે, અને કાળે જ બાળક જન્મે છે. યથાકાલે જ બાળક બોલતો અને ચાલતો થાય છે, અને કાલે જ ઘરનો કાર્યભાર સંભાળે છે. દૂધમાંથી દહીં પણ તુરંત થતું નથી. તેમાં કાળક્ષેપ થવા દેવો પડે છે. જગતમાં દરેક પદાર્થ યથાકાળે જ ઉત્પન્ન થાય અને યથાકાળે જ વિનાશ પામે. શ્રી તીર્થંકરો થવાનો અને ચક્રવર્તિઓ થવાનો કાળ પણ નિશ્ચિત છે. દિવસ, રાત, ઋતુઓ કાળના કારણે જ થાય છે. જીવોના શરીર, આયુષ્ય, ભાવો અને પુદ્ગલના રસકસની વૃદ્ધિ અને હાનિ, જે ક્રમસર થાય છે, તેમાં કાળ જ કારણ છે. બાળકના મનોહર વિલાસ, થનગનતી યુવાવસ્થા, કાળાકેશ, પરાક્રમ અને સફેદ વાળ, શક્તિહીનતા, વૃદ્ધાવસ્થા વિગેરે કાળ જ કરે છે. વળી મોક્ષમાર્ગની સાધનામાં પણ જીવની પ્રગતિ ચરમાવર્તકાળમાં
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy