SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન તીખો આદિ-૨૦) દ્વારા જ જાણી શકીએ છીએ. દા.ત. માણસનું શરીર, અને પશુનું શરી૨. તેની અલગ અલગ વિશેષતાથી જણાય છે. તેમજ ઘણા માણસોમાં પણ તેઓના અલગ-અલગ રૂપ, રંગ, આકાર વિગેરે ચિહ્નોદ્વારા, આ, આ માણસ, અને આ બીજો માણસ, તેવી રીતે જુદા ઓળખી શકીએ છીએ. એ સઘળા જુદા-જુદા શરીરના રૂપાંતરો છે. મૂળદ્રવ્ય જણાતું નથી. સર્વે શરીરો, એ પણ આખરે, મૂળ પુદ્ગલવ્યના અમુક વિશિષ્ટ પર્યાયો (રૂપાંતરો) છે. → બીજા ૩ દ્રવ્યોના ગુણો અને પર્યાયો ઃ બાકીના દ્રવ્યો ધર્મ, અધર્મ અને આકાશ, આ ત્રણે દ્રવ્યના અનુક્રમે ગતિ સહાયકતા, સ્થિતિ સહાયકતા, અને જગા આપવી, એમ ૩ ગુણો છે. તે ગુણોને જીવ અને પુદ્ગલની ગતિ આદિ-૩થી અનુમાનથી જાણી શકીએ છીએ. કહેવાનો આશય એ છે કે, જ્યારે જીવ કે પુદ્ગલ ગતિ કરે ત્યારે ‘અમુક જીવ કે પુદ્ગલની ગતિ સહાયકતા' તરીકે ધર્મદ્રવ્યનો પર્યાય પ્રગટરૂપે ઉત્પન્ન થયો તેમ ગણાય છે. આ રીતે પ્રત્યક્ષ દેખાતી ગતિથી જણાતા પર્યાયદ્વારા ધર્મદ્રવ્યનું અનુમાન થાય છે. આ જ રીતે અધર્મ અને આકાશદ્રવ્ય માટે સમજવું. → જીવદ્રવ્યના ગુણો અને પર્યાયો : - જીવદ્રવ્ય વિષે જોઈએ. જીવદ્રવ્યના જ્ઞાન, દર્શન આદિ-૪ મૂળ અને બીજા-૪ ગૌણ, એમ ૮ ગુણો છે. તેમાંય વળી જ્ઞાનગુણના બીજા અવાંતર ભેદો-પ છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન વિગેરે. તેને પર્યાયો કહેવાય. વળી તે મતિજ્ઞાનના પણ બીજા અવાંતર ભેદો એટલે કે પર્યાયોના પણ પેટા પર્યાયો ઘણા થાય. દા.ત. શાસ્ત્રનું જ્ઞાન, વ્યવહારનું જ્ઞાન, આયુર્વેદનું જ્ઞાન વિગેરે. આ બધા જ્ઞાનગુણના, મતિજ્ઞાનરૂપ પર્યાયના પણ પર્યાયો ગણાય. એટલે તે પર્યાયો જ ગણાય. તે ઉપરાંત આત્માના જ્ઞાનોપયોગ
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy