SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન એકસમાન પુદ્ગલોમાં ગુણવૈષમ્ય બે, ત્રણાદિ હોય તો બંધ થઈ શકે. પરંતુ એકગુણ વૈષમ્ય હોય તો બંધ ન થઈ શકે. જેમકે ચતુર્ગુણ વિગેરે સ્નિગ્ધનો, પંચગુણ વિગેરે સ્નિગ્ધપુગલ સાથે બંધ ન થઈ શકે. તે જ પ્રમાણે રૂક્ષ-રૂક્ષમાં સમજવું. સૂત્ર-૩૨માં (સ્નિગ્ધ અને રૂક્ષગુણના કારણે બંધ થાય, તેમ) સામાન્યથી જ અર્થ જણાવ્યો હતો. તેને પછીના ત્રણ સૂત્રોમાં અપવાદો બતાવી (તે અર્થ)ને સંકુચિત કર્યો. - આધુનિક ભૌતિકશાસ્ત્રમાં પરમાણું (અણ)ઓનો બંધઃ વર્તમાન ભૌતિકશાસ્ત્રના ન્યૂટ્રોનનો અભ્યાસ કરીએ. તે એક સ્નિગ્ધકણ અને એક રૂક્ષકણ, પ્રોટીન અને ઇલેકટ્રોનના મજબૂત બંધ વડે બને છે. ભૌતિકશાસ્ત્ર મુજબ હાઈડ્રોજનના અણુમાં ઇલેકટ્રોન એ, પ્રોટોનની આસપાસ, ગ્રહોની વ્યવસ્થા હોય તેમ, સૌરમંડલની જેમ ગોળ ગોળ ફરે છે. તેનું માપ ૧ સે.મી.નો ૧૦ કોટાકોટિમો ભાગ (૧/૧૦૫માં ભાગ) હોય છે. આ ઇલેકટ્રોનિક ભ્રમણકક્ષાની ત્રિજ્યા ૧૦ હજારગણી નાની બનાવવામાં આવે તો આપણે ન્યૂટ્રોનના માળખા સુધી પહોંચી જઈએ. તેથી ન્યૂટ્રોનનું વજન પ્રોટોનના વજન કરતાં થોડું વધારે હોય છે. સૂત્ર-૩૬ :- સ્નિગ્ધ અને રૂક્ષ પુદ્ગલોનો પરસ્પર બંધ થયા બાદ નવા બનેલા સ્કંધમાં ક્યો (સ્નિગ્ધ કે રૂક્ષ) સ્પર્શ થાય. તેને જણાવવા આ સૂત્ર છે. – બંધ થયા બાદ નવો બનેલો સ્કંધ, બે (સ્નિગ્ધ અને રૂક્ષ)માં જે અધિક હોય, તે રૂપે થાય - सूत्र-३६ बन्धेसमाधिको पारिणामिकौ च ॥३६॥ અર્થ પુગલોનો બંધ થયા બાદ, સમ અને અધિકગુણ (સ્નિગ્ધ કે રૂક્ષ કોઈપણ), અનુક્રમે સમ અને હનગુણને પોતાનારૂપે પરિણાવે છે.
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy