SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન જઘન્યગુણ કહેવાશે. આવા જઘન્યગુણ અંશવાળા સ્નિગ્ધ કે રૂક્ષ પુગલોનો પરસ્પર બંધ ન થાય, તેમ આ સૂત્રમાં જણાવ્યું છે. પરંતુ તેમાં જે અપવાદ છે, તે આગળના સૂત્રમાં જણાવાશે. -- ધાતુઓમાં રહેલા મુક્ત ઈલેકટ્રોનને કારણે વિદ્યુતું વહન થાય છે. ગરમીના સ્થળાંતર માટે પણ તે કારણ છે :- હવે વર્તમાન વિજ્ઞાન મુજબ વિચારીએ “ધ એડવાન્ડ ટેક્સ્ટ બુક ઓફ મેગ્નેટીઝમ એન્ડ ઇલેકિટ્રસિટી વોલ્યુ-૨ બાયR.w Hutchison પુસ્તકના પેજ ૪૮૧માંથી નીચેનું ટાંચણ. ધનભાર અને ઋણભારવાળા વાહકો (carriers) જેને ions કહે છે. તેઓ electrolytes અને વાયુની અંદર વિદ્યુત વહન નિપજાવે છે. પ્રવાહીઓમાં ions ને free charged atom કહે છે. વાયુઓમાં ઋણ ions તે એક અથવા વધારે ન્યૂટ્રોન એટમથી જોડાયેલો ઇલેકટ્રોન હોય છે (નીચા દબાણે ઇલેકટ્રોન, તેના સહચારી ન્યૂટ્રોન એટમને બહાર ફેંકી દે છે, અને એકલો ફરે છે.) જ્યારે ધન (Positive) ion, તે એવો ion છે જેણે એક ઇલેકટ્રોન ગુમાવ્યો છે. ઘનપદાર્થો (solids)માં વિદ્યુતનું વહન પણ carriers વડે થાય છે. પરંતુ ત્યાં ફક્ત મુક્ત ઈલેકટ્રોન્સ હોય છે.” આગળ આ જ પુસ્તકમાં કર્તા ઉમેરે છે કે “ધાતુઓમાં રહેલા આ મુક્ત ઇલેકટ્રોન્સ, ફકત વિદ્યુતના વહન માટે જવાબદાર છે. એટલું જ નહિ પરંતુ ધાતુઓની અંદર ગરમીના સ્થળાંતર માટે પણ ઇલેકટ્રોન્સ આવશ્યક કારણ છે, તેવું માનવાને ઘણા કારણ છે.” (તેનું જ પેજ ૪૮૫) માત્ર ઇલેકટ્રોન્સ જ નહિ પરંતુ કેટલીક ઘટનાઓમાં જોવામાં આવે છે કે, કેટલાક વ્યક્તિગત અણુઓમાં પણ થોડો ભેદ છે. પરંતુ તે ભેદ કયો છે તે બતાવવા હજુ વિજ્ઞાન સમર્થ નથી. Radio-activityની ઘટનાનો નિર્દેશ કરતાં પ્રોફે. મેક્સબોર્ન આગળ કહે છે “આપણે તે અભિપ્રાયને
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy