SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન જુદા-જુદા સ્કંધોનો, આ ૩ રીતે પરસ્પર બંધ થાય છે. દરેક પરમાણુંઓમાં, આ સ્નિગ્ધતના કે રૂક્ષતાના એકથી માંડી અનંતા સુધીના અંશો હોય છે. બંધ થવામાં જે નિયમ છે તે પછીના સૂત્રમાં જણાવશે. વર્તમાન વિજ્ઞાનને આ વિષયમાં જોઈએ. - વીજળી સ્નિગ્ધ અને રૂક્ષ ગુણને કારણે પેદા થાય છે : વર્તમાન વિધુતજ્ઞાનીઓએ સ્નિગ્ધ અને રૂક્ષ, આ બે ગુણોને જણાવવા ધન (Positive) અને ઋણ (Negative) શબ્દોનો ઉપયોગ કર્યો છે. સર્વાર્થસિદ્ધિ (સૂત્ર-૫-૨૪)માં વિદ્યુત-વીજળીની ઉત્પત્તિ આ મુજબ જણાવી છે. “ધિક્ષત્વ મુખનિમિત્તો વિદ્યુ” અર્થ :- વાદળમાં વિજળીનું સંપાદન, સ્નિગ્ધ અને રૂક્ષગુણવડ ઉત્પન્ન થાય છે, એટલે કે ધન અને ઋણભારના વિકાસના કારણે. - આધુનિક વિજ્ઞાનમુજબ અણુંઓનું બંધન: વર્તમાન વિજ્ઞાનમુજબ ભારે ઇલેકટ્રોન, (પૃ. ૨૮૪) ઇલેકટ્રોન્સ અર્થાત્ પુદ્ગલના ઋણકણોના સંયોજનથી બને છે. જો આપણે ઋણને રૂક્ષ કહીએ, તો આ રૂક્ષનો રૂક્ષસાથેના સંયોજનની ઘટના કહેવાય. ફેબ્રુ. ૧૯૩૮ના “સાયન્સ એન્ડ કલ્ચરમાં પ્રોફે. એડિંગ્ટન લખે છે. કે “આ સિદ્ધાંતથી Negatrons (Negative Protons)નું અનુમાન થાય છે.” એટલે કે, એવા કણો જે પ્રોટોન જેટલા જ ભારે છે. પરંતુ ઋણકણોથી બનેલા છે. અથવા ઋણ વિદ્યુત ભાર ધરાવે છે. તે રૂક્ષની સાથે રૂક્ષના સંયોજનનું દષ્ટાંત છે. પ્રોટોનની રચનામાં સ્નિગ્ધની સાથે સ્નિગ્ધનું સંયોજન દર્શાવ્યું છે. પોઝીટ્રોન એ સ્નિગ્ધકણ છે. જ્યારે પ્રોટોન એ, તે જ પ્રકારનો મોટોકણ છે. પ્રોટોન એ ઘનકણોના મજબૂત બંધનથી (close Packing) બનેલો હોય છે.
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy