SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૨) સૂત્ર - ૩૦:- નિત્યત્વની વ્યાખ્યા.... ૨૯૯ ન હોય. આવો પાંચ પદાર્થોનો સ્વભાવ સદા નિત્ય છે. આવા પ્રકારનું સપણું સદાનિત્ય છે. - પરિણામી નિત્ય = પરિવર્તન પૂર્વકનો સ્થાયી અંશ - દરેક સત્ વસ્તુ પરિવર્તન પામવા છતાં પોતાના મૂળસ્વરૂપનો ત્યાગ કરતી નથી, આને પરિણામી નિત્યપણું કહે છે. પ્રત્યેક વસ્તુમાં દરેક ક્ષણે થતું સૂર્મપરિવર્તન દષ્ટિગોચર થતું નથી. આપણે ફક્ત સ્કૂલ (બાહ્ય) પરિવર્તન જ જોઈ શકીએ છીએ. જો બધી જ વસ્તુઓ ક્ષણિક માત્ર હોય તો, નવી નવી વસ્તુઓ ઉત્પન્ન થવા અને નષ્ટ થવાને લીધે, તેમજ તેનો કોઈ સ્થાયી આધાર ન હોવાને લીધે, પહેલાં જોયેલી કોઈ વસ્તુ ફરીથી જોતાં “આ તે જ વસ્તુ છે તેવો અનુભવ (પ્રત્યભિજ્ઞાન) ન થાય...આથી પરિણામી નિત્યત્વવાદને જૈનદર્શન યુક્તિસંગત માને છે. (આના અનુસંધાનમાં જુઓ ઉર્જા વિષયક લેખો - ૪ (પૃ. ૨૦), ૧૧ (પૃ. ૬૦થી ૬૨), ૧૨, ૨૪ (પૃ. ૧૩૦) અને ૪૮ (પૃ. ૨૮૦) પૂર્વ સૂત્રમાં ધ્રૌવ્યનું કથન, દ્રવ્યના સર્વ અવસ્થામાં રહેનારા (અન્વયી) સ્થાયી અંશ માત્રને લઈને છે. તેથી ધ્રૌવ્ય=સ્થાયી અંશ. દા.ત. સોનાના મુગટમાંથી સોનાનો હાર બનાવતાં, સોનું, સ્થિર છે. તે વસ્તુ પૂર્વના સૂત્રમાં પ્રૌવ્ય'ના કથનથી સૂચવી. જયારે આ સૂત્રમાં નિત્યત્વનું કથન છે, તે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણે અંશોના અવિચ્છિન્નત્વને (સાતત્યને) લઈને છે. તેથી તાત્પર્ય એ થશે કે, નિત્યત્વ = પરિવર્તનપૂર્વકનો સ્થાયી અંશ, અને ધ્રૌવ્ય = માત્ર સ્થાયી અંશ. આટલું ધ્રૌવ્ય” અને “નિત્યત્વ” એ બેની વ્યાખ્યામાં અંતર જાણવું. સૂર-રમાં (જુઓ પૃ. ૬૮થી ૭૦ અને ૩૨૮થી ૩૩૨) આ વિષયનું વર્ણન કર્યું છે. ત્યાં વર્તમાન વિજ્ઞાનના અધિકારથી એ સમજાવ્યું છે કે પુદ્ગલ સતત પરિવર્તન પામે છે. નવા પરિવર્તનો આવિર્ભાવ (પ્રગટ) પામે છે, અને જૂના તિરોભાવ (અદશ્ય) થાય છે. તેમજ આ બધા પરિવર્તનો મધ્યે તેનું અંતરંગ (આંતરિક) સ્વરૂપ
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy