SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન સ્થાપના, એ ગુરુપરંપરાનું મૂળ બને છે. જે ત્રિપદીને ગ્રહણ કરીને, શ્રી ગણધરભગવંતો દ્વાદશાંગીરૂપ શ્રુતજ્ઞાનની રચના કરે છે, તે ત્રિપદી જગતમાં વિજયવંત છે, સર્વ પદાર્થોમાં સર્વવ્યાપક છે. उप्पन्ने वा, विगमेइ वा, घुवेइवा વિામેરૂ આ ત્રિપદી યુક્ત સર્વપદાર્થો સત્ છે. આ રીતે મહાસત્તામય એકસ્વરૂપે વિશ્વનું સ્વરૂપ બતાવી દીધું. સત્ માં વિશ્વનું એકીકરણ છે. ઉત્પાદિ ત્રણમાં પૃથક્કરણ છે. વિશ્વના વિજ્ઞાનનો ખજાનો આ ત્રિપદીમાં આપી દીધો છે. અતિ સંક્ષિપ્તમાં વિશ્વનું સ્વરૂપ બતાવનારા શ્રી તીર્થંકરભગવંતોએ દ્વાદશાંગીમાં તેનો અતિવિસ્તાર પણ કરી બતાવ્યો છે. આવા અચિંત્ય શક્તિસંપન્ન શ્રી તીર્થંકર ભગવંતોમાં જ જગદીશ્વર, જગન્નાથ, પરમ પરમેશ્વર, તરણતારણહાર, દીનાનાથ, દેવાધિદેવ, જેવા મહામહિમ વિશેષણો સાર્થકતાને પામે છે. → કોઈ અરિહંત એવા નથી થયા, જેણે આપણા આત્માની ચિંતા ન કરી હોય. આપણા સાચા મા, બાપ, ભાઈ, સ્નેહી સંબંધી કોણ ? અરિહંત. → જન્મ જેવો કોઈ રોગ નથી, સુખ જેવું કોઈ પાપ નથી, અને ઇચ્છા જેવું કોઈ દુઃખ નથી. → સુખમાં રાગ અને દુઃખમાં દ્વેષ - આ બંને ઉપર દ્વેષ થાય, ત્યારથી વૈરાગ્યની શરૂઆત થાય. → જગતમાં કર્મસત્તા એટલી જોરદાર છે, કે તેને મહાસંયમી વિના કોઈ ફેડી શકતું નથી. કર્મ સારાં બાંધવા કે ખરાબ બાંધવાં, બાંધવાં કે નહિ તે આપણા હાથની વાત છે. - પૂ.આ. વિજયરામચન્દ્રસૂ.મ.સા.
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy