SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન તીર્થંકરભગવાનો તેને પુનઃ પુનઃ પ્રકાશિત કરે છે. તે તે શ્રી તીર્થંકરભગવાન, પોતાના તીર્થની સ્થાપના કરે ત્યારે, તે તે આગમશાસ્ત્રો દ્વારા તેને પ્રકાશિત કરે છે. દરેક શ્રી તીર્થકરના આગમ શાસ્ત્રોના શબ્દો અલગ હોય છે. પણ કથયિતવ્ય (કહેવા યોગ્ય ધર્મના આચારો અને વિશ્વ સ્થિતિનું વર્ણન) એક જ હોય છે. તાત્પર્ય કે, વસ્તુ તત્ત્વની દૃષ્ટિએ ભાવાર્થથી જૈન ધર્મના આચારો, અને જૈન તત્ત્વજ્ઞાન શાશ્વત છે. આત્માને કર્મથી મુક્તિ અપાવનારો એકમાત્ર માર્ગ છે. આત્માની રાગ, દ્વેષ આદિ અશુદ્ધિને દૂર કરી ક્રમસર પરમશુદ્ધ પરમાત્મપદ સુધી લઈ જનારા આચાર, વિચારોને અનુરૂપ કોઈ પણ ધર્મના ઉપદેશો વચનો, અને કોઈ પણ ધર્મના આચારો પણ અવશ્ય આત્માને મુક્તિ, તરફ દોરી જનારા છે. વેદ-પુરાણ વિગેરેમાં પણ શ્રી ઋષભદેવ ભગવાનને નમસ્કાર છે - અન્ય ધર્મોના શાસ્ત્રોમાં પણ, શ્રી ઋષભદેવ ભગવાન, અને તેમના જયેષ્ઠપુત્ર ભરત ચક્રવર્તિના ઉલ્લેખો મળે છે. ઋગ્વદની સ્થાઓમાં ભગવાન શ્રી ઋષભદેવને નમસ્કાર કર્યા છે. ભાગવત પુરાણમાં नित्यानुभूत निजलाभ निवृत्ततृष्णः श्रेयस्यतद्रचनया चिरसुप्तबुद्धेः । लोकस्य यः करुणयामयमात्मलोक माख्यान्न भो भगवते ऋषभाय तस्मै ॥ અર્થ: હંમેશાં વિષમભાગોની અભિલાષા કરવાને કારણે પોતાના વાસ્તવિક શ્રેયથી બેશુદ્ધ લોકોને, જેઓએ કરુણાથી, નિર્ભય આત્મલોકનો સંદેશ આપ્યો, અને નિરંતર આત્મ સ્વરૂપની અનુભૂતિને કારણે તૃષ્ણાઓથી મુક્ત હતા, તે ભગવાન ઋષભદેવને નમસ્કાર. પુરાણમાં પણ શ્રી ઋષભદેવ ભગવાનનો ઉલ્લેખ છે ॥ कुलादिबीजं सर्वेषां, प्रथमो विमलवाहन ? चक्षुष्मान् च २. यशस्वी ३. चाभिचन्द्रो ४. प्रसेनजित् ५. मरुदेवश्च ६. नाभिश्च ७. भरते कुलसत्तमाः । (अष्टमो मरुदेव्यां तु नाभिजात उरुक्रमः ।) दर्शयन् वर्त्म
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy