SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ભાષા તતો વિતતો ધનઃ શુષિા: સંધર્ષો માણા રૂતિ (પ્રકૃત સૂત્ર પર સ્વો.ભા.) [૨] બંધ : પરસ્પર આશ્લેષને બંધ કહે છે. તે પણ ત્રણ પ્રકારનો છે. પ્રયોગ, વિસસા અને મિશ્ર પ્રયોગ બંધ - આત્મા સાથે શરીરનો, આત્મા સાથે કર્મનો, લાકડા અને લાખનો ઈત્યાદિ, જીવના પ્રયત્ન દ્વારા થતો બંધ તે પ્રયોગ બંધ છે. વિસ્રસાબંધ - વીજળી, મેઘ, મેઘધનુષ રચાવું વિગેરે, અમુક પ્રકારના પુદ્ગલોના સ્વાભાવિક રીતે મિલનથી થતો બંધ. મિશ્ર બંધ - જીવના પ્રયત્નથી સહચરિત અચેતન દ્રવ્યની પરિણતિ લક્ષણ બંધ ટેબલ, ખુરશી, મકાન વિગેરેની રચના. - કર્મોનો ૪ પ્રકારનો બંધઃ જીવ સાથે કર્મોનો બંધ શાસ્ત્રોમાં જુદી જુદી દષ્ટિએ અનેક પ્રકારે બતાવ્યો છે, બંધમાં ગાઢ અને શિથિલતાને કારણે તેની નિર્જરા માટે કરવા પડતા પ્રયત્નની અપેક્ષાએ, ચાર પ્રકાર કહ્યા છે. - ૧. સ્પષ્ટ બંધ:- પરસ્પર ભેગી પડેલી સોયો સમાન, આત્મા સાથે કર્મનું બંધન. તેવી સોયો અડવા માત્રથી વિખેરી શકાય, તેમ આવા પ્રકારનું કર્મ વિશેષ ફળ આપ્યા વિના સામાન્યથી, પ્રદેશોદયથી – ભોગવાઈ આત્માથી છૂટા પડી જાય, તેવા પ્રકારનો બંધ. - ૨. બદ્ધ બંધ - દોરાથી બંધાયેલ સોયો સમાન. જેને વિખેરવા મહેનત કરવી પડે, તેમ જે કર્મ થોડું ફળ આપીને છૂટું પડી જાય, અથવા તેવા કર્મને ખપાવવા પ્રયત્ન કરવો પડે. - ૩. નિધત્ત બંધ - કટાઈ ગયેલી સોયોની સમાન. તેને છૂટી
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy