SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૭) સૂત્ર - ૨૩ :- પુદ્ગલના ૪ મુખ્ય ગુણધર્મો, સ્પર્શ, રસ... ૨૭૧ વાળ જેવા વિશિષ્ટ કોષોની રચનાવડે ગંધને પારખી શકાય છે. જૈનતત્ત્વજ્ઞાનમાં ઘ્રાણેન્દ્રિય, કે જે ગંધ ગ્રહણ કરનાર ઉપકરણ (Instrument) છે, તે કદમ્બના ફૂલના આકારની કહી છે. કૂતરાની પ્રાણ ગ્રંથીનો વિસ્તાર ૧૦ ચો. ઈંચ, અને શાર્કની ૨૪ ચો. ઈંચ માને છે. જે અસાધારણ સૂંઘવાની શક્તિ ધરાવે છે. વર્તમાન વિજ્ઞાને Electroolefactionના ઉપકરણવડે એવા કોષોની રચનાનું માળખું તૈયાર કર્યું છે. જે ૧૦૦ વાર દૂર બળતા કાપડની ગંધ પારખી શકે. વળી તેની સહાયથી પુષ્પ આદિની સુગંધ એક સ્થળેથી બીજે સ્થળે તારથી કે તાર વિના, ૬૫ માઈલ સુધી લઈ જઈ શકાય. ગંધને પારખવાના આ ઉપકરણથી સ્વયંસંચાલિત અગ્નિ-શામકને ચલાવી શકાય. દા.ત. રૂના ગોડાઉનમાં બળતા અગ્નિની ગંધ electro-olefaction પારખી લે, જે વિદ્યુતચાલિત ઉચ્ચાલનવડે પાણીના ફુવારાને ચાલુ કરે, જેથી આગ હોલવાઈ જાય. [ ૪ ] વર્ણના પાંચ પ્રકાર : કાળો, પીળો, લાલ, લીલો અને સફેદ. કાપડ પર રંગકામ કરવા માટે લાલ, પીળો અને વાદળી (જાંબુડી bluish violet) આ ત્રણ કલરની ભૂકીને જુદા-જુદા પ્રમાણમાં ભેળવીને ઇચ્છા મુજબ રંગ બનાવી શકાય છે. સૂર્યના કિરણોના (વર્ણપટમાં) ૭ રંગ હોય છે. અહીં તે રંગ નથી લેવાના, પણ પુદ્ગલના મૂળભૂત ગુણધર્મ તરીકે જે પાંચવર્ણ છે, તે ગણવાના છે. જૈનશાસ્ત્રો મુજબ આંખમાં આવેલા મસુરનીદાળ આકારના ઉપકરણ (Instrument) વડે રંગ જણાય છે. optical soc. of Acmerica (જુઓ Report of colorimentry committe, 1922)માં જણાવ્યા મુજબ સામાન્ય ભાષામાં રંગ એટલે આંખના અંદરનો પડદો રેટીના, અને તેની સાથે જોડાયેલી નાડીમંડલની પ્રક્રિયાથી ઉત્પન્ન થતી સંવેદના. દા.ત. લાલ, પીળો, વાદળી, કાળો અને સફેદ. આ રીતે આ પાંચવર્ણ વૈજ્ઞાનિકરીતે
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy